Monday, July 14, 2025
HomeNationalપ્લેનની ટિકિટ પણ હપ્તાથી ખરીદો,આ એરલાઇન્સે મુસાફરોને આકર્ષવા નવી સ્કીમ લોન્ચ કરી

પ્લેનની ટિકિટ પણ હપ્તાથી ખરીદો,આ એરલાઇન્સે મુસાફરોને આકર્ષવા નવી સ્કીમ લોન્ચ કરી

વધતી જતી ટ્રાફિક સમસ્યા તેમજ ટ્રેનમાં ભીડના કારણે લોકો ખાસ કરીને બિઝનસ ટુર માટે જતા લોકો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે લોકો હવાઈ યાત્રા કરે છે.જોકે કોરોના કાળમાં લોકોની આવક મોટા પાયે ઘટાડો થયો છે બીજી તરફ હવાઈ મુસાફરી મોંઘી હોવાના કારણે દરેકના ખિસ્સાને પરવડતી નથી. આવા સંજોગોમાં જો મુસાફરીનું ભાડું તમારે સરળ EMI પર ચૂકવવાનું હોય તો અને તે પણ કોઈ પ્રકારનું વ્યાજ વિના, આંખ અને કાનને વિશ્વાસ ન આવે તેવી વાત બિલકુલ સાચી છે. આ એર કંપની આપવા જઈ રહી છે નવી સ્કીમ આપને આવી જ હવાઈ યાત્રા વિષે જણાવી રહ્યા છે જે આપને વગર વ્યાજે સરળ હપ્તે હવાઈ યાત્રા પૂરી પાડે છે.

સ્પાઈસજેટે મુસાફરોની સુવિધા માટે સોમવારે નવી સ્કીમ લોન્ચ કરી છે. આ અંતર્ગત મુસાફરો ટિકિટની ચુકવણી હપ્તામાં કરી શકશે. એટલે કે ટિકિટ ત્રણ, છ કે 12 હપ્તામાં સરળતાથી ચૂકવી શકાય છે. આ સંદર્ભમાં, એરલાઈને એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, “પ્રારંભિક ઓફર હેઠળ, ગ્રાહકો કોઈપણ વધારાના ખર્ચ વિના (વ્યાજ વગર) ત્રણ મહિનાના EMI વિકલ્પનો લાભ લઈ શકશે.”

યોજનાનો લાભ લેવા માટે આ મૂળભૂત વિગતો આપવાની રહેશે

આ સાથે, કંપનીએ કહ્યું કે EMI સ્કીમનો લાભ લેવા માટે, મુસાફરોએ પાન નંબર, આધાર નંબર અથવા VID જેવી મૂળભૂત વિગતો પ્રદાન કરવી પડશે અને તેને પાસવર્ડ સાથે વેરિફાય કરવું પડશે. ગ્રાહકોએ તેમના UPI ID પરથી પ્રથમ EMI ચૂકવવાની રહેશે અને ત્યારપછીની EMI એ જ UPI IDમાંથી કાપવામાં આવશે.

ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની વિગતો આપવાની જરૂર નથી

સ્પાઈસજેટે એમ પણ જણાવ્યું હતું કે EMI સ્કીમનો લાભ લેવા માટે મુસાફરોને કોઈ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની વિગતો આપવાની જરૂર નથી. સ્પાઈસ જેટની આ નવી સ્કીમ એ મુસાફરોને ઘણો ફાયદો થશે જેમને ટિકિટ માટે એકસાથે પૈસા ચૂકવવા પડતા હતા. હવે આ નવી સ્કીમ દ્વારા આવા યાત્રીઓ તેમની સગવડતા મુજબ હપ્તામાં ટિકિટ માટે સરળતાથી ચૂકવણી કરી શકશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,000SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page