ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર વિભાગને દિવાળીને ફળી છે. દિવાળીના તહેવાર દરમિયાન વધારાની બસના સંચાલનમાં મોટી રકમની આવક થઈ છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે એસટી નિગમને રૂ.2 કરોડ 31 લાખની વધારે આવક થઈ છે. ગત વર્ષે રૂ.4,44,66,167ની આવક થઈ હતી. આ વર્ષે સાત દિવસમાં રૂ.6,75,70,642ની આવક થઈ છે. વધારાની અને રૂટિન સંચાલન સાથે કુલ રૂ.46,94,53,806ની આવક થઈ છે. જે ગત વર્ષે 30,04,60,886 રૂપિયા હતી.
તા.30 ઑક્ટોબરના રોજ 367 ટ્રીપ થઈ હતી જેની સામે રૂ.2704,790ની આવક થઈ છે. 31 ઑક્ટોબરના રોજ 904 ટ્રીપ થઈ હતી જેની સામે કુલ રૂ.6313036ની આવક, તા.1 નવેમ્બરના રોજ 1544 ટ્રીપ અને રૂ.1,22,76,682ની આવક થઈ છે. તા.2 નવેમ્બરના રોજ 2322 ટ્રીપ રૂ.195,72,749ની આવક, તા.3 નવેમ્બરના રોજ 2138 ટ્રીપ રૂ.14094918ની આવક, તા.4 નવેમ્બરના રોજ 1252 ટ્રીપ અને રૂ.6323599ની આવક, તા.5 નવેમ્બરના રોજ 243 ટ્રીપ અને રૂ.828849ની આવક, તા.6 નવેમ્બરના રોજ 559 ટ્રીપ રૂ.2066162ની આવક અને તા.7 નવેમ્બરના રોજ 894 ટ્રીપ અને રૂ.3389857ની આવક થઈ છે.
ગુજરાત એસટી તરફથી દર વર્ષે દિવાળી અને હોળીના તહેવાર નિમિતે વધારાની બસ દોડાવવામાં આવે છે. જુદા જુદા રૂટ પર એકસ્ટ્રા બસ મુકવામાં આવે છે. જેથી નિગમને ટૂંકાગાળામાં મોટી આવક થાય છે. આ વર્ષે નિગમે જુદા જુદા રૂટ પર 10,000થી વધારે ટ્રિપનું સંચાલન કર્યું છે. જેમાંથી નિગમને રૂ.6 કરોડથી વધારે રકમની આવક ઊભી થઈ છે. તા.1 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી એસટીની બસમાં કુલ 497321 લોકોએ પ્રવાસ કર્યો છે. દિવાળીના તહેવાર શરૂ થતા જ વધારાની 7000 બસનું જુદા જુદા રૂટ પરથી સંચાલન કરવામાં આવ્યું છે. જોકે, ગત વર્ષે કોરોના વાયરસને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હતો. તેથી આવક પણ ઘટી ગઈ હતી. આ વર્ષે સ્થિતિ સુધરતા અને મોટા પ્રમાણમાં વેક્સિનેશન થતા તહેવારનો આનંદ લોકોએ માણ્યો છે. જેનો લાભ એસટી વિભાગને પણ થયો છે. નિગમને મોટી રકમની આવક થઈ છે.