Monday, February 9, 2026
HomeGujaratકેનેડામાં 70 વર્ષીય મહિલાને શ્વાસ લેવામાં પડી તકલીફ, તબીબે આપ્યું ક્લાઈમેટ ચેન્જનું...

કેનેડામાં 70 વર્ષીય મહિલાને શ્વાસ લેવામાં પડી તકલીફ, તબીબે આપ્યું ક્લાઈમેટ ચેન્જનું કારણ

કેનેડામાં એક 70 વર્ષની મહિલા ક્લાઈમેન્ટ ચેન્જથી પીડીત થનારી પહેલી દર્દી બની છે. આ ગરમીની ઋતુમાં મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને લુનો સામનો કરવો પડી રહ્યો છે. તો આવુ પણ પહેલી વખત બન્યું છે કે તબીબે આ દર્દીને ડાયગ્નોસિસ ડિટેલ્સની જગ્યાએ ક્લાઈમેટ ચેંજ શબ્દનો પ્રયોગ કરવો પડ્યો હોય. માનવામાં આવી રહ્યું છે કે, જૂનમમાં કેનેડામાં માત્ર ગરમી અને લુના કારણે આશરે 500 લોકોના મોત નીપજ્યાં છે. વિતેલા દિવસોમમાં ગ્લાસગોમાં થયેલા COP-26 ક્લાઈમેટ સમિટમાં પણ ગ્લોબલ તાપમાન અને એક્સટ્રીમ હિટ વેબ્સનો મુદ્દો ઉઠાવાયો હતો.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

કેનેડાની આ મહિલાનું નામ હજુ સુધી સાર્વજનિક નથી કરવામાં આવ્યું. એક રિપોર્ટમાં જણાવ્યાપ્રમાણે આ મહિલા અંગે તબીબોનું કહેવું છે કે તેનું બિમારીનું કારણ જળવાયુ પરિવર્તનથી ઉત્પન થયેલી પરિસ્થિતિ છે. બ્રિટિશ કોલંબિયાના નેલ્સનમાં ઈમરજન્સી રૂમમાં તબીબ કાઈ મેરિટે આ મહિલાની સારવાર કરી અને પોતાની ડાયગ્નોસિસ ડિટેલ્સ ઉપર સ્પષ્ટ રીતે લખ્યું છે. 10 વર્ષમાં આ પહેલી તક છે જ્યારે મને લાગ્યું કે, આ દર્દીની પરેશાની અને બિમારીનું કારણ ક્લાઈમેટ ચેન્જ છે.

મેરિટે આગળ જણાવ્યું હતું કે, જો આપણે સિમ્ટમ્સ એટલે કે લક્ષણોના આધાર ઉપર સારવાર નથી કરતા અને બિમારીના કારણે કે તેના મુળ સુધી નથી જતા તો પરિસ્થિતિઓ બગડી શકે છે. મેરિટના જણાવ્યા પ્રમાણે દર્દીની આ બિમારી વિશે મને માહિતી જૂનમાં જ મળી હતી. તે સમયે લુ ચાલી રહી હતી અને તાપમાન 121 ફેરેનહીટ થઈ ગયું હતું. દેશમાં પરિસ્થિતિ એ હદ સુધી ખરાબ થઈ ગઈ છે કે, માત્ર બ્રિટિશ કોલંબિયામાં જ પાંચસો લોકોના મોત નીપજી ચુક્યાં છે. હવાની ગુણવત્તા સામાન્યની તુલનામાં 53 ગણી વધારે ખરાબ થઈ ગઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,230SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page