કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન સરકાર પર ઈંધણની કિંમતો પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવતા, તેલંગાણાનાં મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે કેન્દ્રને પેટ્રોલ અને ડીઝલ પર લાદવામાં આવેલા સેસ પાછા ખેંચવાની તીવ્ર માંગ કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શાસક તેલંગાણા રાષ્ટ્ર સમિતિ ઇંધણ પર સેસ પાછો ખેંચવાની માંગણી સાથે કેન્દ્ર સામે પ્રતિ-આંદોલન શરૂ કરશે. તેલંગાણાનાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે, હું મારા મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે નવી દિલ્હીમાં કેન્દ્ર સરકાર સામે ઈંધણ પરનો સેસ હટાવવા, કડક કૃષિ કાયદાઓને પાછો ખેંચવા અને એપી પુનર્ગઠન કાયદાની જોગવાઈઓનાં અમલીકરણ સહિત વિવિધ મુદ્દાઓ પર ધરણા પર બેસીશ.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
તેમણે તેલંગાણા ભાજપનાં પ્રમુખ બંદી સંજયનાં નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યુ કે, લોકોને આ રવી સીઝનમાં ડાંગરની ખેતી કરવા માટે કહેવામાં આવ્યું છે અને ભાજપ મુખ્યમંત્રીને ઘૂંટણીયે લાવશે જેથી સુનિશ્ચિત થઇ શકે કે રાજ્ય સરકાર પૂરી ડાંગરની ખરીદી કરી લે. તેમણે કહ્યું, “તે એક બેજવાબદાર અને વિચારહીન નિવેદન છે.
લોકોની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્યો પાસેથી ચોખા ખરીદવાની જવાબદારી કેન્દ્રની છે. ચોખાની પ્રાપ્તિ અને સંગ્રહ કેન્દ્રનાં કાર્યક્ષેત્રમાં છે. રાજ્યોને અન્ય દેશોને ચોખા વેચવાનો અધિકાર નથી. તેમણે માહિતી આપી હતી કે, આ વર્ષે તેલંગાણામાં પુષ્કળ વરસાદ અને જળાશયો ભરાવાના કારણે વિક્રમી માત્રામાં ડાંગરનું ઉત્પાદન થયું છે. તેમણે કહ્યું, રાજ્યમાંથી બાફેલા અને કાચા ચોખાની કેટલી માત્રામાં ખરીદી કરવામાં આવશે તે અંગે કેન્દ્ર તરફથી કોઈ સ્પષ્ટતા નથી.