IPO માર્કેટમાં રેકોર્ડ બ્રેક તેજીની વચ્ચે આજે સોમવારે 8 નવેમ્બરના રોજ એક મોટા પ્લેયરની એન્ટ્રી થશે. આજે Paytmની પેરેન્ટ કંપની One97 Communicationsનો 18,300 કરોડ રૂપિયાનો આઈપીઓ 8 નવેમ્બરે ખુલવાનો છે. જેની પ્રાઈઝ બેન્ડ 2080-2150 રૂપિયા છે.
જો પેટીએમનો આ ઈશ્યુ સંપૂર્ણ રીતે સબ્સક્રાઈબ થઈ જાય છે તો તે ભારતનો સૌથી મોટો આઈપીઓ થશે. આ પહેલા કોલ ઈન્ડિયાનો ઈશ્યુ સૌથી મોટો હતો જે 2010માં આવ્યો હતો. પેટીએમનો ઈશ્યુ 8 નવેમ્બરના રોજ ખુલશે અને 10 નવેમ્બરના રોજ બંધ થશે. 18,300 કરોડ રૂપિયામાંથી 8300 કરોડ રૂપિયાના ફ્રેશ ઈશ્યુ જાહેર કરવામાં આવ્યાં છે. જ્યારે 10,000 કરોડ રૂપિયાના શેર ઓફર ફોપ સેલમાં વેચાશે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
એન્જલ વનના ઈક્વિટી સ્ટ્રૈટિજિસ્ટ જ્યોતિ રોયે જણાવ્યું છે કે, પેટીએમનું વેલ્યુએશન વધારે લાગી શકે છે પરંતુ આ ડિજિટલ પેમેન્ટનું બીજું નામ બની ચુક્યું છે. મોબાઈલ પેમેન્ટ સ્પેસમાં પણ આ માર્કેટ લીડર છે. ફિસ્કલ વર્ષ 2021થી ફિસ્કલ વર્ષ 2026ની વચ્ચે મોબાઈલ પેમેન્ટમાં 5 ગણો વધારો થશે અને પેટીએમ તેનાથી વધારે ફાયદો લેવાની સ્થિતિમાં છે.
તેવામાં માનવામાં આવી રહ્યું છે કે, પેટીએમનો મોંઘુ વેલ્યુએશન પણ સારુ છે. રોકાણકારોને આ ઈશ્યુ ખરીદવાની સલાહ આપી રહ્યાં છે. Choice Brokingના એનાલિસ્ટ્સે લોન્ગ ટર્મ માટે પેટીએમના ઈશ્યુ સબ્સક્રાઈબ કરવાની સલાહ આપી છે. પેટીએમ માટે બજારમાં વર્તમાન તકો, પ્રોડક્ટ અને ટેક્નોલોજીને જોતા ઈશ્યુમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યાં છે.
પેટીએમની યોજના ફ્રેશ ઈશ્યુથી એકઠ્ઠું કરવામાં આવેલા ફંડનો ઉપયોગ નવા મર્ચન્ટ અને ગ્રાહકોને જોડવાની કરવાના છે. રોકાણકારોની સાથે વેલ્યુએશન ઉપર મતભેદના કારણે પેટીએમએ પ્રી-આઈપીઓથી રકમ એકટ્ઠી કરી નથી.
પેટીએમના ઈશ્યુ અંગે ICICI Securitiesનું કહેવું છે કે દિવસેને દિવસે નવી ટેક્નોલોજી આવવાથી પેમેન્ટ બજારમાં હરીફાઈ વધી ગઈ છે. જો પેટીએમ મર્ચેન્ટ્સને આકર્ષવામાં સફળ નહીં રહે તો તેનો બિઝનેશ ઉપર ખરાબ અસર પડશે. કંપનીની આવકનો મોટા સોર્સ પેમેન્ટ સર્વિસ જ છે. જો કે, રોકાણકારોને જોખમ અને ફાયદાને સમજીને રોકાણ કરવું જોઈએ.