આજે 4 દિવસ બાદ સોમવારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ સ્થિર રાખ્યા છે. બુધવારે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ તા.4 નવેમ્બરથી પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ ઘણા રાજ્યોએ પણ વેટ ઘટાડવાની જાહેરાત કરી છે.જેમાં ગુજરાતનો સમાવેશ થાય છે.
સોમવારે ઓઇલ કંપનીઓ એ જાહેર કરેલા ભાવ અનુસાર ઉત્તર પ્રદેશનાં નોઈડામાં રૂ.95.51, રાજસ્થાનનાં શ્રી ગંગાનગરમાં રૂ.116.34 પેટ્રોલના છે. દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ પોર્ટ બ્લેરમાં છે અને સૌથી મોંઘું શ્રીગંગાનગરમાં છે. જ્યાં પોર્ટ બ્લેરમાં ડીઝલ 77.13 રૂપિયા પ્રતિ લીટર અને શ્રી ગંગાનગરમાં 100.53 રૂપિયા છે.

બીજી તરફ જો પેટ્રોલની વાત કરીએ તો બંને શહેરો વચ્ચે 33.38 રૂપિયા પ્રતિ લીટરનો તફાવત છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા અને ડીઝલની કિંમત 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા અને ડીઝલની કિંમત 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. વળી, ચેન્નાઈમાં પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર છે.
વૈશ્વિક ક્રૂડ ઓઈલની કિંમતો થોડા દિવસો પહેલા પ્રતિ બેરલ 85 ડોલરની ત્રણ વર્ષની ઊંચી સપાટીથી ઘટીને લગભગ $82 પ્રતિ બેરલ થઈ ગઈ છે. જો પ્રાઈસલાઈન યથાવત રહેશે તો ભારતમાં ઈંધણનાં ભાવ વધુ નીચે આવી શકે છે