વાંકાનેકર પાસે ઇકો કારના ચાલકને ઝોકુ આવી જતા કાર કૂવામાં ખાબકી હતી. ક્યારેક કાર ચાલકની બેદરકારી તો ક્યારેક ઝોકું આવી જવાને કારણે અકસ્માત થાય છે. આવો જ બનાવ મોરબી જિલ્લાના વાકાનેર પાસે થયો છે.કુવામાં કાર ખાબકતા કારમાં બેઠેલી બે મહિલા સહિત ચારનાં મોત નીપજ્યા છે.
મહાનગર અમદાવાદના એક જ પરિવારના ચાર વ્યક્તિના મોત નિપજતા પરિવારમાં આક્રંદ અને માતમનો માહોલ છે. હાલમાં ઇકો કારના ચાલકની સામે અમદાવાદના રતિભાઈ પ્રજાપતિ નામના વૃદ્ધે ફરિયાદ નોંધાવી છે. પોલીસે કાયદેસરની પ્રક્રિયા ચાલુ કરી છે.
અમદાવાદનો પરિવાર દિવાળીની રજામાં સોમનાથ બાજુ ફરવા માટે ગયો હતો અને ત્યાંથી પરત ફરતાં આ સર્જાયો અકસ્માત થયો છે. આ પહેલા નવસારીના એક પરિવારનો ધોરાજી નજીક અકસ્માત થયો હતો. જેમાં પિતા પુત્રના મોત થયા હતા.
મૃતકમાં મંજુલાબેન રતિભાઈ પ્રજાપતિ (60) મીનાબેન દિનેશભાઈ પ્રજાપતિ (43) આદિત્ય દિનેશભાઈ પ્રજાપતિ (16) અને ઓમ દિનેશભાઈ પ્રજાપતિ (7) નો સમાવેશ થાય છે.