સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ નજીક ગેડીયા ગામે પોલીસ એન્કાઉન્ટર થયાના મોટા વાવડ મળ્યા છે. આ એનકાઉન્ટરમાં ગુજસીટોકના બે આરોપી વોન્ટેડ મુન્નો અને તેના દીકરા મદીનનું મોત થયું છે. વૉન્ટેડ આરોપીને પકડવા પોલીસ પહોંચી હતી. પરંતુ ત્યારે પોલીસ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો થયો હતો.
આ હુમલામાં જવાબી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. જેમાં બંને આરોપીના મોત નીપજ્યા છે. ફાયરિંગ દરમિયાન બે વ્યક્તિને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના ઘટતા એલસીબી, સ્થાનિક પોલીસ સહિતનો કાફલો હાલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો.
કુખ્યાત હનીફખાને બંદૂક વડે ધડાધડ ત્રણ ગોળીઓ છોડતા પીએસઆઈ વી.એન. જાડેજાએ સ્વ-બચાવમાં ફાયરિંગ કર્યું છે. મદિન ખાને ધારીયા વડે ફોજદારને ગંભીર ઇજા પહોંચાડી હતી. જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવા પરિવારજનોની ચીમકી ઉચ્ચારી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. અન્ય બે ને ઇજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે. આરોપી હનીફ ખાન સામે અત્યાર સુધીમાં કુલ 86 જેટલા ગુના નોંધાયા હતા, જેમાંથી તે 59 ગુનામાં પોલીસના હાથે પકડાયો જ ન હતો.
સુરેન્દ્રનગરના ડીવાયએસપી હિમાંશુ દોશીના જણાવ્યા મુજબ ગુજસીટોક ફરાર આરોપી હનીફખાન ગેડીયા હોવાની બાતમી મળતા માલવણના પીએસઆઈ વી.એન.જાડેજા અને તેની ટીમ આરોપીને પકડવા ગેડિયા ગઈ હતી. જ્યાં આ ઘટના બની છે. પોલીસ ટીમ ત્યાં પહોંચતા જ હનીફ ખાને ત્રણ રાઉન્ડ ફાયરિંગ પીએસઆઈ જાડેજા ઉપર કર્યા હતા. અને તેનો પુત્ર મદિન ખાન પણ ધારીયું લઈ પીએસઆઈ પર હુમલો કરતા પીએસઆઈને પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.