Sunday, January 26, 2025
HomeGujaratગુજરાતની આ કંપનીએ પોતાના કર્મચારીઓને દિવાળી ગિફ્ટમાં ઈબાઈક આપી

ગુજરાતની આ કંપનીએ પોતાના કર્મચારીઓને દિવાળી ગિફ્ટમાં ઈબાઈક આપી

દેશમાં ઈ વ્હીકલ્સની માંગ દિવસે દિવસે વધી રહી છે. એવામાં કોઈ કંપની એમ કહે કે, દિવાળી ગિફ્ટમાં ઈલેક્ટ્રિક સ્કૂટર આપીશું તો? આ હકીકત બની છે મહાનગર સુરતમાંથી. સુરત શહેરની એક કંપનીએ તેમના કર્મચારીઓને દિવાળીની ખૂબ મોટી ભેટ આપી છે. એ છે ઈલેક્ટ્રિક સ્કૂટર. સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ તથા કારની વધી રહેલી કિંમતને ધ્યાને લઈને કંપનીએ આ નિર્ણય કર્યો હતો. દિવાળીની ભેટ તરીકે આ કંપનીએ તેમના કર્મચારીઓને ઈલેક્ટ્રિક સ્કૂટર આપ્યા છે.

કંપનીએ તેમના કર્મચારીઓને 35 ઈલેક્ટ્રિક સ્કૂટર્સ ભેટમાં આપ્યા છે. આ કંપનીના ડાયરેક્ટર સુભાષ ડાવરેએ જણાવ્યું કે છેલ્લાં કેટલાંક દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા હતા. ત્યારે અમે એવો નિર્ણય લીધો કે એવા કર્મચારીઓ કે જેઓ પેટ્રોલથી ચાલતા વાહન ચલાવી રહ્યા છે. એમને દિવાળીના તહેવાર નિમિત્તે ઈલેક્ટ્રિક સ્કૂટર ગિફ્ટમાં આપીએ. પછી આ અંગે નિર્ણય લીધો. જ્યારે કર્મચારીઓને સ્કૂટર ગિફ્ટમાં આપવામાં આવ્યા ત્યારે આ મુદ્દો સમગ્ર સિટીમાં ચર્ચામાં રહ્યો હતો. સુભાષ ડાવરે કહ્યું કે, ઈલેક્ટ્રિક સ્કૂટર આપવાથી પેટ્રોલ પાછળ થતાં ખર્ચાની બચત થશે.

પર્યાવરણ સુરક્ષા અને ગ્રીન સિટી સુરત માટે કંપની યોગદાન આપી શકશે. કંપનીના 35 કર્મચારીઓ છે. કે જેઓ અત્યાર સુધી પેટ્રોલથી ચાલનારી બાઈક વાપરતા હતા. તેઓ આ બાઇક છોડી દે તે માટે તમામ કર્મચારીઓને ઈલેક્ટ્રિક સ્કૂટર દિવાળી ભેટ તરીકે આપ્યા છે. આમ કર્મચારીઓને આવવા જવા માટેનો પ્રશ્ન પણ ઉકેલાઈ જશે. સુભાષે એવું પણ ઉમેર્યું કે, પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે હંમેશાંથી સભાન રહ્યા છીએ. કુદરતના ખોળામાં રહેવું પસંદ છે અને પર્યાવરણ સંરક્ષણ માટે દરેક સંભવ પગલા ઉઠાવીશું. સુભાષના પુત્ર ચીરાગ ડાવરે કહ્યું કે, પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવને ધ્યાને લઈને કર્મચારીઓના હીતમાં આ નિર્ણય લેવાયો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,783FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW