Tuesday, March 25, 2025
HomeEntertainmentઆખરે સમીર વાનખેડેને આર્યન ડ્રગ કેસમાંથી હટાવ્યા

આખરે સમીર વાનખેડેને આર્યન ડ્રગ કેસમાંથી હટાવ્યા

ક્રુઝ ડ્રગ્સ કેસમાં સમીર વાનખેડેને આર્યન ખાન કેસમાંથી હટાવી દેવામાં આવ્યો છે. તેમને આ કેસ તો શું છ કેસની તપાસમાંથી હટાવવામાં આવ્યા છે. પરંતુ તેઓ મુંબઈ NCBના જોઈન્ટ ડાયરેક્ટર તરીકે યથાવત રહેશે. હવે આર્યન ખાન કેસની તપાસ દિલ્હી NCBની ટીમને સોંપી દેવાય છે. સંજય સિંહ હવે આર્યનનો કેસ જોશે. NCB તરફથી કહેવામાં આવ્યું છે કે સમીર વાનખેડે પર લાગેલા આરોપોને કારણે તેમને આ કેસમાંથી હટાવવામાં આવ્યા છે જેથી નિષ્પક્ષ તપાસ થઈ શકે.

NCB સાઉથ-વેસ્ટર્ન ઝોનના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ મુથા અશોક જૈને જણાવ્યું હતું કે, “અમારા ઝોનમાં કુલ 6 કેસની તપાસ હવે દિલ્હી ટીમ કરશે, જેમાં આર્યન ખાનનો કેસ અને 5 અન્ય કેસનો સમાવેશ થાય છે. આ એક વહીવટી નિર્ણય છે.”

સમીર વાનખેડે પર સતત નિશાન સાધી રહેલા મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. તેણે ટ્વીટ કર્યું કે, સમીર વાનખેડેને આર્યન ખાન સહિત પાંચ કેસમાંથી હટાવી દેવામાં આવ્યા છે. એવા 26 કેસ છે જેની તપાસ જરૂરી છે. આ માત્ર શરૂઆત છે. આ સિસ્ટમને સાફ કરવા માટે હજુ ઘણું કરવાનું બાકી છે અને અમે તે કરીશું.”

RELATED ARTICLES

Connected us

21,450FansLike
50,456FollowersFollow
2,690SubscribersSubscribe

TRENDING NOW