અહમદનગરના સિવિલ હોસ્પિટલમાં આગ લાગી છે. હોસ્પિટલના આઈસીયુમાં લાગેલી આગમાં 6 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે ઘણા લોકો આ આગની ઝપેટમાં આવ્યાં છે. આ આગના કારણે 13-14 લોકોને ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. આગનું કારણ જાણવા માટે ટીમો કામે લાગી છે. આગ હોસ્પિટલના આઈસીયુમાં લાગવાના કારણે ગંભીર ચીંતા જણાઈ રહી છે.
હોસ્પિટલના કર્મચારીઓ અને સ્થાનિક લોકોની મદદથી આગને કાબુમાં લેવા માટે કોશિશ કરવામાં આવી રહી છે. આ વચ્ચે ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ચુકી છે. રાજ્યના સિવિલ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી ત્યારે ફરી એક વખત સિવિલ હોસ્પિટલમાં ફાયરસેફ્ટીના સાધનો ઉપર સવાલો ઉભા કર્યાં છે.
અહમદનગર જિલ્લા સરકારી હોસ્પિટલમાં લાગેલી આગમાં મોતની સંખ્યા 6 થવાના સમાચારો મળી રહ્યાં છે. હોસ્પિટલમાં આ આગના કારણે ઘણા લોકો દાઝી ગયા છે. મરનારાઓની સંખ્યામાં વધારો થવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આઈસીયુમાં લાગેલી આગ બાદ તુરંત ફાયર વિભાગને સુચના આપવામાં આવી હતી. હોસ્પિટલમાં નિચેના માળે આ આગ લાગી છે.
હજુ સુધી આગ લાગવાનું કારણ શું છે તે જાણવા મળ્યું છે. આગ લાગવાનું કારણ જાણવા ટીમ કામે લાગી છે. ત્યારે એક વખત ફી રાજ્યના હોસ્પિટલમાં સુરક્ષા સાધનો ઉપર મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે. જિલ્લા હોસ્પિટલમાં લાગેલી આગના કારણે 20 લોકોને પાસેના જ એક હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. તો બીજી તરફ 13થી 14 લોકોને ઈજા પહોંચી છે.