Tuesday, November 12, 2024
HomePoliticsકેપ્ટને કોંગ્રેસ છોડ્યું, નવી પાર્ટીની જાહેરાતથી રાજકીય ભૂકંપ સર્જાયો

કેપ્ટને કોંગ્રેસ છોડ્યું, નવી પાર્ટીની જાહેરાતથી રાજકીય ભૂકંપ સર્જાયો

Advertisement

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે મંગળવારે પોતાના નવા રાજનીતિક દળના નામની જાહેરાત કરી દીધી છે. સિંહની નવી પાર્ટીનું નામ પંજાબ લોક કોંગ્રેસ છે. અમરિંદરસિંહે આજે જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. અમરિંદરસિંહે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ સાથેના સંઘર્ષ બાદ સપ્ટેમ્બર માસમાં પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.

પંજાબમાં આવનારા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેવામાં પૂર્વ મુખ્યમંત્રી દ્વારા નવી પાર્ટીની જાહેરાત ઘણી મહત્વની બની રહી છે. વિતેલા સપ્તાહમાં અમરિંદરસિંહે કહ્યું હતું કે, પાર્ટીના નામ અને પ્રતિક માટે અરજી કરી છે અને ચુંટણીપંચમાંથી મંજૂરી મળ્યા બાદ તે તેની જાહેરાત કરશે.

કેપ્ટને પોતાનું રાજીનામુ કોંગ્રેસ હાઈકમાન સોનિયા ગાંધીને મોકલી દીધું છે. તેની સાથે જ તેણે ફરી એક વખત કોંગ્રેસના પંજાબ અધ્યક્ષ નવજોત સિદ્ધુ ઉપર હુમલો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ બનીને પાર્ટીને વ્યવસ્થિત કરી શકાતી નથી. પાર્ટી એક દિવસ તે માટે પછતાશે.

અમરિંદરસિંહે એમ પણ કહ્યું હતું કે, જો ત્રણ કૃષિ કાયદાને લઈને ખેડૂતોના હિતમાં કંઈ સમાધાન નિકળે છે તો તે ભારતીય જનતા પાર્ટીની સાથે 2022ની ચૂંટણીમાં સીટો ઉપર સમજૂતિ કરી કરશે. પરંતુ વિતેલા મહિનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી.

સપ્ટેમ્બર મહિનામાં રાજ્ય સરકારથી બહાર નીકળનારા અમરિંદરસિંહે જણાવ્યું હતું કે, તે સમાન વિચારધારા ધરાવતા દળો જેવા કે અકાલીથી અલગ થયેલા સમૂહોની સાથે ગઠબંધન ઉપર વિચાર કરી રહ્યાં છે. બે વખત મુખ્યમંત્રી રહેનારા સિંહે કહ્યું કે, જ્યા સુધી તે પોતાના લોકો અને પોતાના રાજ્યના ભવિષ્યને સુરક્ષીત નથી કરી લેતા ત્યાં સુધી તે નિરાંતે બેસશે નહીં.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,162FollowersFollow
2,390SubscribersSubscribe

TRENDING NOW