પેટ્રોલ-ડીઝલ તથા સીએનજીના ભાવમાં આસમાની વધારો થયો છે. સીએનજીના ભાવમાં રૂ.2નો વધારો થયો છે. આવી સ્થિતિમાં ગુજરાતના રિક્ષાચાલકોએ ભાવ વધારવા માટેની માંગ કરી હતી. જેને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. ભાવમાં ઓછામાં ઓછો 1.2 કિમી ભાડા તથા આ પછી વધુ પ્રતિ કિમી દીઠ ભાડામાં રૂ.3નો વધારો કરાયો છે. આ નવા ભાવ તા.5 નવેમ્બરથી લાગુ પડશે. રાજ્ય વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી તથા રિક્ષા ચાલકોના યુનિયન વચ્ચે ખાસ બેઠક યોજાઈ હતી.
રિક્ષાચાલકોએ કરેલી માગમાં રૂ.2નો કાપ મૂકવામાં આવ્યો હતો. નવા ભાવ અનુસાર ઓછામાં ઓછું ભાડું કે મનફાવે એમ રિક્ષાભાડા નક્કી નહીં થઈ શકે. અગાઉ જે ભાડું રૂ.15 હતુ એમાં વધારો કરીને રૂ.18 કરી દેવાયું છે. એ પછી દરેક કિમી દીઠ રૂ.13 ભાડું વસુલ કરાશે. વેઈટિંગ ભાડું 5 મિનિટના રૂ.1 હતુ એ વધારીને એક મિનિટનું ભાડું રૂ.1 કરી દેવાયું છે. એટલે હવે રિક્ષામાં કોઈ વસ્તુ લેવા માટે નીકળ્યા હોય ત્યારે રિક્ષાચાલકને થોડા સમય માટે રાહ જોવડાવી પણ નહીં પોસાય. ઓટોરિક્ષા ચાલકના જુદા જુદા સંગઠનોએ ઓછામાં ઓછા ભાડામાં વધારો કર્યો છે. અત્યાર સુધી 1.2 કિમીના રૂ.15 હતા એ વધારીને રૂ.18 કરાયા છે. કુલ રૂ.3નો સીધો વધારો કરવામાં આવ્યો છે.
એટલે હવે પાંચ મિનિટના રૂ.5 પ્રવાસી કે મુસાફરે ચૂકવવાના રહેશે. મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે, ઈંઘણના ભાવમાં વધારો થયો છે. તેથી ઓટોરિક્ષા રજીસ્ટર્ડ એસો. તરફથી ભાડામાં વધારો કરાયો છે. આ માટેની કેટલીક રજૂઆત પણ મળી હતી. પછી પ્રતિનિધિ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ભાડું વધારવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે ઓછામાં ઓછું ભાડું રૂ.18 રહેશે. રનિંગભાડું રૂ.10 છે. જે વધારીને રૂ.13 કરાયું છે.
આ પહેતા તા.31 સપ્ટેમ્બરે સીએનજી ગેસમાં ભાવઘટાડાની માંગ સાથે અમદાવાદ સહિત રાજ્યના ઓટો રિક્ષા ડ્રાઈવરના સંગઠનોની એક ખાસ બેઠક યોજાઈ હતી. જેમાં જુદા જુદા મુદ્દાઓ પર ખાસ તો ભાવ પર ચર્ચા કરવામાં આવી હતી. સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ અંતે કોઈ પ્રકારનો જવાબ ન મળતા અસંતોષ અને આક્રોશની લાગણી વ્યક્ત થઈ છે. નાછૂટકે તા.15 અને 16 નવેમ્બરના રોજ 36 કલાકની રિક્ષા હડતાળનું એલાન કરાયું હતું. રાજ્ય સરકાર સમક્ષ રિક્ષાચાલકોએ કેબ અને ખાનગી વાહન ચાલકોને તેમનું ભાડું નક્કી કરવાની સત્તા છે. તેમ રિક્ષા ચાલકોને પણ તેમનું ભાડું નક્કી કરવાની સત્તા આપો તેવી માગણી કરી હતી. પણ રાજ્ય સરકારે આ માગણીને સ્વીકારી ન હતી.