સરકારની થીંકટેકની નીતિ આયોગે જણાવ્યું છે કે, ભારતમાં આશરે 30 ટકા અથવા 42 કરોડની વસ્તી પાસે કોઈ પણ સ્વાસ્થ્ય વીમા પોલીસી નથી. આ સંખ્યા વર્તમાન યોજનામાં અંતર અને યોજનાઓની વચ્ચે ઓવરલેપના કારણે વધારે વધી છે. નીતિ આયોગ દ્વારા ઓછા ખર્ચે સ્વાસ્થ્ય વીમાની જરૂરિયાત સૂચવવામાં આવી છે. કમિશને કહ્યું છે કે જો ભારતે યુનિવર્સલ હેલ્થ કવરેજનું લક્ષ્ય હાંસલ કરવું હોય તો ઓછા પ્રીમિયમ ઉત્પાદનો બજારમાં ઉતારવા પડશે. આરોગ્ય પરના ઓછા સરકારી ખર્ચે જાહેર ક્ષેત્રમાં આરોગ્ય સેવાઓની ક્ષમતા અને ગુણવત્તાને અવરોધિત કરી છે.
નીતિ આયોગના ભારતના સ્વાસ્થ્ય વીમાં ઉપર પોતાના પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, મોટાભાગના લોકોના 2/3 ખર્ચ ખાનગી ક્ષેત્રમાં સારવાર માટે ચાલ્યો જાય છે.
રિપોર્ટના જણાવ્યા પ્રમાણે આયુષ્યમાન ભારત કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજરના, આબાદીના નિચલા 50 ટકા કે 72 કરોડ વ્યક્તિઓના હોસ્પિટલમાં દાખલ ઉપર વીમા કવર પ્રદાન કરે છે. આ સ્કીમને સપ્ટેમ્બર 2018માં લોન્ચ કર્યું હતું. 20 ટકા આબાદી એટલે કે 25 કરોડ વ્યક્તિ સામાજિક સ્વાસ્થ્ય વીમા અને ખાનગી સ્વૈચ્છિક સ્વાસ્થ્ય વીમાના માધ્યમથી કવર કરવામાં આવે છે. આયોગે જણાવ્યું છે કે બાકીની 30 ટકા આબાદી સ્વાસ્થ્ય વીમાના દાયરાથી બહાર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, PMJAYના વર્તમાન કવરેજ અંતરાળ અને યોજનાઓની વચ્ચે ઓવરલેપ થવાના કારણ વાસ્તવિક રૂપથી વધારે આબાદી સુધી નથી પહોંચી શક્યું છે. રિપોર્ટમાં આરોગ્ય સંજીવની ઉપર એક સારી પ્રોડક્ટ કે સુધારો ડિઝાઈન કરવાનો વિચાર આપવામાં આવ્યો છે. તેનાથી નવા પ્રોડક્ટ તમામ બિમારીઓને સત્વરે કવરેજ પ્રદાન કરી શકાશે.
આયોગે જણાવ્યું છે કે, આરોગ્ય સંજીવનીને એક ત્રીમાસીકથી અડધી કિંમત ઉપર ઉપલબ્ધ થવું જોઈએ. તેની કિંમત વર્તમાનમાં 12000 રૂપિયા છે. ચાર સદસ્યોના એક પરિવાર માટે આ સ્કીમ લાગુ થાય છે. તેનો મતલબ છે કે તેને બે હજાર રૂપિયામાં આપવું જોઈએ. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે સરકાર સ્વાસ્થ્ય વીમાને વધારવા અને કેટલાક સમાધાનો કરવાની મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી શકે છે. સૌથી પહેલા સરકારને મજબુત નિયામક તંત્રના માધ્યમથી ગ્રાહકોનો વિશ્વાસ અને સ્વાસ્થ્ય વીમામાં વિશ્વાસમાં સુધારો કરવો જોઈએ. બીજું એ કે વીમાકર્તાઓની ડિસ્ટ્રીબ્યુશનના ખર્ચને ઓછો કરવા માટે સરકારી ડેટાની મદદ કરાવી શકે છે. આયોગે જણાવ્યું છે કે, સરકાર આંશિક રૂપથી નાણાકીય કે સ્વાસ્થ્ય વીમા પ્રદાન કરી શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, મધ્યમ આબાદીથી સૌથી ગરીબ ક્ષેત્રોમાં PMJAY કવરેજનો વિસ્તાર કરવાની જરૂરત છે.