HomeGujaratમોરબી 181 અભયમ ટીમની સરાહનીય કામગીરી: ભૂલા પડેલા વૃદ્ધ મહિલાનું પરિવાર સાથે...

મોરબી 181 અભયમ ટીમની સરાહનીય કામગીરી: ભૂલા પડેલા વૃદ્ધ મહિલાનું પરિવાર સાથે પુનર્મિલન

મોરબી: 181 અભય મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા જાણ કરવામાં આવી કે. એક અજાણી વયોવૃદ્ધ મહિલા રસ્તા પર ભટકતી હાલતમાં મળી આવી છે અને તેમને તાત્કાલિક મદદની જરૂર છે. માહિતી મળતા જ 181 અભયમ ટીમના કાઉન્સેલર પટેલ સેજલબેન, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતીબેન તેમજ પાયલોટ રબારી વીરમભાઈ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

સ્થળ પર હાજર નાગરિકોએ ટીમને જણાવ્યું કે, વૃદ્ધ મહિલા ઘણા સમયથી એકલી ભટકી રહી હતી અને પોતાનું ઘર તથા પરિવાર અંગે કંઈ સ્પષ્ટ જણાવી શકતી નહોતી. ત્યારબાદ ટીમ દ્વારા મહિલાને આશ્વાસન આપી સંવેદનશીલ રીતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. તેમની પાસેથી રહેઠાણ અને પરિવાર વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ વધુ ઉંમરના કારણે તેઓ યોગ્ય રીતે માહિતી આપી શક્યા નહોતા.

181 ટીમે સતત પ્રયત્નો અને તપાસ બાદ અંતે વૃદ્ધ મહિલાના પરિવારજનોનો સંપર્ક સાધ્યો અને મહિલાને સુરક્ષિત રીતે તેમના પરિવારને સોંપવામાં આવી. પરિવારજનો સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે મહિલાની વધુ ઉંમરના કારણે તેઓ વારંવાર વસ્તુઓ ભૂલી જતા હોય છે અને અચાનક ઘરેથી નીકળી ગયા હતા. પરિવારજનો સવારથી તેમની શોધખોળમાં લાગેલા હતા અને ખૂબ ચિંતિત હતા. ટીમ દ્વારા પરિવારને વૃદ્ધ મહિલાની યોગ્ય દેખભાળ અને ખાસ કાળજી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. પોતાના સ્વજનને સુરક્ષિત પરત મળતા પરિવારજનો ખૂબ ખુશ થયા અને 181 અભયમ ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો.

આ રીતે મોરબી જિલ્લા 181 અભયમ ટીમે માનવતાભર્યું કાર્ય કરી એક ભૂલા પડેલા વૃદ્ધ મહિલાને ફરી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW