દિવાળીનો પર્વ નજીક આવતા લોકો અલગ અલગ સ્થળે ફરવા નીકળી રહ્યા છે.કેટલાક યુવાનો તો એટલા હરખઘેલા બની રહ્યા છે કે આ રજાઓ જાણે તેમના માટે દારૂ પાર્ટી માટે મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે.અમદાવાદના આવા જ બે યુવાન પોલીસની ઝપટમાં ચઢ્યા હતા આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદમાં રહેતા અને જમીન મકાન ખરીદ વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલ બે મિત્રો રાજસ્થાન ફરવા ગયાં હતા.
ત્યાંથી પરત ફરતી વખતે પોતાની સાથે વિદેશી દારૂની બોટલો પણ લાવ્યા હતા અને ઘરે આવી પાર્ટી કરવાના મૂડમાં હતા જોકે આ બન્ને યુવક જ્યારે પોતાની ક્રેટા કાર લઈને પરત ફરતા હતા તે દરમિયાન ચેકિંગમાં ઉભેલી પોલીસની ટીમને શંકા જતા કાર અટકાવી હતી અને તેની તલાસી લેતા તેમાંથી રૂ 2880 ની કિમતની 4 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી જેથી પોલીસે બન્નેની ધરપકડ કરી હતી પુછપરછમાં એકનું નામ સમિક ઉર્ફે સની દેસાઈ રહે સાયન્સ સીટી રોડ સુપર બંગ્લોઝ અનેન બીજાનું નામ અશ્વિન અમરત દેસાઈ રહે ઘાટલોડિયા મુરલીધર આવાસ નું કબુલ કર્યું હતું પોલીસે બન્ને વ્યક્તિ વિરુદ્ધ ગુન્હો નોધી ક્રેટા કાર જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી