તહેવારની સીઝનમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શને રેકોર્ડ બનાવ્યો છે. ઓક્ટોબર મહિનામાં GSTનું કલેક્શન રૂ.1.30 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. વર્ષ 2017ની એપ્રિલમાં GST લાગુ થયા બાદ બીજી વખત આટલું મોટુ કલેક્શન થયું છે. આ પહેલા એપ્રિલ 2021માં જીએસટીથી રૂ. 1.41 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
નાણામંત્રાલય તરફથી દેવામાં આવેલી જાણકારી પ્રમાણે,ઓક્ટોબર 2021માં જીએસટીનું કુલ કલેક્શન રૂ. 1,30,127 કરોડ રૂપિયા રહ્યું છે. વાર્ષિક આધાર ઉપર જીએસટી કલેક્શનમાં 24 ટકાનો વધારો થયો છે. જ્યારે 2019ના ઓક્ટોબર મહીનાની તુલનામાં તેમાં 36 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બર 2021ની તુલના કરવામાં આવે તો તે સમયે જીએસટી કલેક્શન રૂ. 1.17 લાખ કરોડ રૂપિયા હતું.
જીએસટી કલેક્શનમાં તેજીથી સંકેત મળી રહ્યાં છે કે, કારોબારમાં તેજી આવી છે. ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતમાં દેશમાં કોવિડ-19ની બીજી લહેરની અસર ભલે રહી હોય પણ ત્રીજી લહેરની અસર અત્યાર સુધી જોવા મળી રહી નથી. અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધરી રહી છે સતત ચોથા મહીનો છે. જ્યારે જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાને પાર થયું હોય. નાણામંત્રાલયના આંકડા પ્રમાણે ઓગષ્ટમાં જીએસટીનું કુલ કલેક્શન 1.12 લાખ કરોડ રૂપિયા હતું જ્યારે જુલાઈમાં તે 1.16 લાખ કરોડ રૂપિયા થઈ ગયું.
જૂનમાં 92, 849 કરોડ રૂપિયા જ્યારે એપ્રિલ અને મેમાં જીએસટી કલેક્શન 1-1 લાખ કરોડ રૂપિયાથી વધારે થયું છે. કોરોનાની ઓછી અસર અને વેક્સિનેશનમાં આવેલી તેજીના કારણે હવે દેશમાં સભી સેક્ટર્સ ખુલી ગયાં છે. ત્યાં સુધી કે સિનેમાઘરો અને સ્વીમિંગ પુલથી લઈને હવે સ્કુલ અને કોલેજ પણ ખુલવા લાગ્યાં છે. તેના કારણે અર્થવ્યવસ્થા વેગવંતી બનીને પાટા ઉપર આવી રહી છે. તેના કારણે જીએસટી કલેક્શનમાં તેજી આવી રહી છે.
સરકારે જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શનમાં CGSTનો ભાગ 23, 681 કરોડ રૂપિયા, SGSTનો ભાગ 30, 241 કરોડ રૂપિયા અને IGSTનો ભાગ 67, 361 કરોડ રૂપિયા હતો. માલની આયાત પર 32,998 કરોડ રૂપિયાની IGST એકત્રિત કરવામાં આવી હતી. 8,484 કરોડ સેસ તરીકે પ્રાપ્ત થયા હતા.
દર મહિને જનરેટ થનારી ઈ-બિલોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે વ્યવસાયમાં તેજી આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, જો સેમીકંડક્ટર અને અન્ય ચીપના કારણે ઓટો અને ઈલેકટ્રોનિક પ્રોડક્ટના વેંચાણ ઉપર અસર થઈ ના હોત તો જીએસટી કલેક્શન વધારે થયું હોત. જો કે ચિપની અછતના કારણે આ સમયે ઓટો અને ઈલેકટ્રીક આઈટમ ઉપર ખરાબ અસર પડી રહી છે. મારૂતી જેવી કંપનીઓએ કહ્યું છે કે, તેની 1.66 લાખ ગાડીઓનું વેચાણ સપ્ટેમ્બરમાં ચીપના કારણે ઘટી ગયું છે.તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે.