મહાકાલ મંદિરમાં આજના ધનતેરસ પર્વથી જ દીપ પર્વની શરુ થશે.ત્યાર બાદ ૩ નવેમ્બર ના રોજ દિવાળી ઉજવવામાં આવશે.અ દિવસે સવારે ૪ વાગ્યાના પ્રથમ પહોરમાં ભસ્મ આરતી પુજારી પરિવારની મહિલાઓ મહાકાળને કેસર ચંદનના લેપ લગાવશે. જે બાદ તેમને ગરમ પાણીએ સ્નાન કરાવવામાં આવશે.જે બાદ શૃગાર કરવામાં આવશે અને બાદમાં અન્નકૂટ લગાવી ફૂલઝડીથી આરતી કરવામાં આવશે.
ધન તેરસ પર વિશેષ પૂજા કરવામાં આવશે
ઉજ્જેન સ્થિત જ્યોતિલિંગ મંદિરમાં આ વર્ષે 2 નવેમ્બરના રોજ ધનતેરસ પર્વની શરુઆત થાય છે.આ પર્વ નીમીતે પુરોહિત સમિતિ દેશમાં સુખ સમૃદ્ધિ અને આરોગ્યની કામના સાથે ભગવાન મહાકાલનો અભિષેક પૂજન કરશે.પુરોહિત સમિતિના અધ્યક્ષ પંડિત અશોક વર્મા એ જણાવ્યું છે કે ભગવાનની સુખ સમૃદ્ધિ માટે ચાંદીના સિક્કા અર્પણ કરવામાં આવશે.કોરોના કાળમાં સમિતિ સદસ્યોને સિક્કા વહેચવાની પરંપરા રદ કરવામાં આવી છે.
રૂપ ચતુર્દશી પર ભસ્મઆરતી થી મનાવશે દીવાળી
રૂપ ચતુર્દ્ર્શી ના દિવસે મહાકાલ ના આગણમાં દિવાળી ઉજવવામાં આવશે. વર્ષના એક દિવસેપુજારી પરિવારની મહિલાઓ કેસર અને ચંદનના લેપ લગાવી આરતી કરે છે. જે બાદ ભગવાનને 56 ભોગ લગાવવામાં આવે છે.ફૂલઝડી આરતીઓ કરવમ આવશે બાદમાં ભગવાનને ગરમ પાણીથી સ્નાન કરવામાં આવે છે.જે ફાગણ પૂર્ણિમા સુધી આ વિધિ ચાલે છે.
5 નવેમ્બરના રોજ થશે ગોવર્ધન અને ગૌવંશ પૂજન
કારતક શુક્લ એકમ 5 નવેમ્બરના રોજ મુખ્ય મંદિર દવાર પર પુજારી પરિવારની મહિલાઓ ગોબરથી બનાવેલા ગોવર્ધનની ઉજા અર્ચના કરશે જે બાદ ચિંતામણ સ્થિતિ મંદિરની ગૌશાળામાં પૂજા અર્ચના કરશે.