દુનિયાના સૌથી મોટા ધનાઢ્ય એલન મસ્કની નેટવર્થમાં વધારો થવાનું યથાવત રહ્યું છે. સોમવારે એમની નેટવર્થમાં 24 અબજ ડૉલર એટલે કે, રૂ.1,79,618 કરોડનો ઉછાળો આવ્યો છે. Bloomberg Billionaires Index એક રીપોર્ટ અનુસાર મસ્કની નેટવર્થ હવે 335 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ છે. ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાના શેરમાં સોમવારે 8.49 ટકાની તેજી જોવા મળી હતી. આ વર્ષે એલન મસ્કની નેટવર્થમાં 165 અબજ ડૉલરનો વધારો થયો છે.
એલન મસ્ક નામનો એક દેશ હોત તો GDP રેંક અનુસાર એનો ક્રમ 43મો રહ્યો હોત.એમની નેટવર્થ ચિલી, કોલંબિયા, ફિનલેન્ડ, પાકિસ્તાન, ચેક રિપબ્લિક અને ન્યૂઝીલેન્ડ દેવા દેશની GDP કરતા પણ વધારે છે. GDP રેંકના હિસાબથી દક્ષિણ અમેરિકાનો દેશ ચિલી 331 અબજ ડૉલર સાથે 43માં ક્રમે છે. જે રીતે મસ્કની નેટવર્થ વધી રહી છે એના હિસાબથી તેઓ દુનિયાના પહેલા ટ્રિલિયોનર બની શકે છે. બાંગ્લાદેશ રાષ્ટ્રની GDPની બરોબર એલન મસ્કની નેટવર્થ થઈ છે. બાંગ્લાદેશની GDPની અનુમાનિક રકમ 355 અબજ ડૉલર છે
આજે આ કંપનીની વેલ્યું 100 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ છે. દુનિયાની બીજા ક્રમની આટલો મોટો નફો કમાતી પ્રાયવેટ કંપની છે. જ્યારે ટેસ્લાની માર્કેટ કેપ પણ 1 લાખ કરોડને પાર કરી ગઈ છે.આવનારા દિવસોમાં એની નેટવર્થ 1 લાખ ડૉલર સુધી પહોંચી શકે એમ છે. મોર્ગન સ્ટેનલીના વિશ્લેષક એડમ જોન્સ કહે છે કે, મસ્કની કંપની સ્પેસએક્સની ગ્રોથ નિશ્ચિત છે અને તે વધુ નાણા કમાશે એ સંભાવના પ્રબળ છે. એશિયા અને ભારતના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની નેટવર્થમાં સોમવારે 19.1 કરોડ ડૉલરની તેજી જોવા મળી હતી. એમની નેટવર્થ હવે 96.0 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ છે. દુનિયાના ધનિકોની યાદીમાં એમનું સ્થાન હાલમાં 11મું રહ્યું છે.
બીજી તરફ ગૌતમ અદાણીની નેટવર્થમાં સોમવારે 68.8 કરોડની તેજી જોવા મળી હતી. 77.7 અબજ ડૉલરની નેટવર્થ સાથે તેઓ દુનિયાના ધનિકોની યાદીમાં 14માં ક્રમે છે. આ વર્ષે અદાણીની નેટવર્થ 44.0 અબજ ડૉલર નેટવર્થ વધી છે. જો ટોપ ટેનની વાત કરવામાં આવે તો એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ આ યાદીમાં બીજા ક્રમે છે. જ્યારે બર્નાડ આરનોલ્ટ આ યાદીમાં ત્રીજા ક્રમે છે. જ્યારે માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સ આ યીદમાં ચોથા ક્રમે રહ્યા છે. જ્યારે ઉદ્યોગપતિ લેરી પેજ પાંચમાં ક્રમે છે. માર્ક ઝુકરબર્ગ છઠ્ઠા ક્રમે છે. સર્ગેઈ બ્રિન સાતમા ક્રમે છે. જેઓ ગુગલના ફાઉન્ડર છે. જ્યારે રોકાણકાર સ્ટીવ બાલ્મર આઠમા ક્રમે છે.