HomeNationalએક દિવસ માટે ભારતની રાજધાની બન્યું હતું આ શહેર, તમને ખબર...

એક દિવસ માટે ભારતની રાજધાની બન્યું હતું આ શહેર, તમને ખબર છે આ સિટીનું નામ?

તા. 1 નવેમ્બર ધર્મ, આસ્થા અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ ગણાતા પ્રયાગરાજ માટે કોઈ સામાન્ય તારીખ નથી. આ એક ઐતિહાસિક તિથિ સમાન છે. ગંગા, યુમના અને સરસ્વતિના ત્રિવેણ સંગમ માટે વિશ્વવિખ્યાત પ્રયાગરાજના ઈતિહાસમાં એક પાનું એવું પણ છે કે, જેમાં તા.1 નવેમ્બરને એક અનોખ દિવસ તરીકે અંકિત કરવામાં આવ્યો છે. તા.1.11.1858ના રોજ પ્રયાગરાજ એટલે પૂર્વ અલ્હાબાદને એક દિવસ માટે ભારતની રાજધાની જાહેર કરવામાં આવી હતી.

આ એક ગૌરવપ્રદ ક્ષણ હતી. જ્યારે દેશ આઝાદીના અમૃતવર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ તારીખનું મહત્ત્વન પ્રયાગરાજ માટે વધારે છે. 163 વર્ષ પહેલા આ ઘટના બની હતી. એ સમયે પૂર્વવર્તી ઈલ્હાબાદ તરીકે આ શહેર જાણીતું હતું. આ જ દિવસે પ્રયાગરાજમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસનનો અંત આવ્યો પછી સંયુક્ત બ્રિટિશરાજની શરૂઆત થઈ હતી. ઈતિહાસકાર હેરમ્બ ચતુર્વેદી કહે છે કે, એક દિવસ માટે પ્રયાગરાજ દેશની રાજધાની બનવાની વાત આજે પણ રોમાંચ પ્રેરિત છે. યમુના નદીના કિનારે આવેલું મંટો પાર્ક આ ઘટનાનું સાક્ષી છે જ્યાં સત્તાનું હસ્તાંતરણ થયું હતું. હાલમાં આ પાર્કનું નામ મદન મોહન માલવિયા પાર્ક કરી દેવામાં આવ્યું છે.


અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ સૌ પ્રથમ ગુજરાતના મહાનગર સુરત શહેરથી પોતાનો કારોબાર શરૂ કર્યો હતો. પછી વ્યવસ્થા અને સગવડને ધ્યાને લઈને પશ્ચિમ બંગાળના મહાનગર કોલકાતાને રાજધાની બનાવવામાં આવી. 13 ફેબ્રુઆરી 1931ના રોજ દિલ્હીના ભારતની રાજધાની જાહેર કરવામાં આવી. વર્ષ 1864થી 1939 સુધી શિમલા દેશની ગ્રીષ્મકાલિન રાજધાની રહ્યું. ઈંગ્લેન્ડના મહારાણીનો પત્ર વાંચીને પ્રયાગરાજમાં રહેલા સત્તાધીશોએ ભારતવાસીઓની માફી માગવી પડી હતી. વાઈસરોય કનિંગને સત્તા હસ્તાંતરણનો મહારાણીનો પત્ર મળ્યો હતો.એ સમયે તેઓ કોલકાતાથી દિલ્હી પ્રયાગરાજ થઈને જતા હતા. પછી પ્રયાગરાજમાં લોર્ડ કનિંગે આસપાસના રજવાડાઓને બોલાવી, દરબાર ભરી મહારાણીના પત્ર અંગે સ્પષ્ટતા કરી હતી. આ પાર્કને વર્ષ 1910માં એ સમયના તત્કાલિન મંટોએ પાર્ક તરીકે આ જગ્યાનો વિકાસ કર્યો. પછી આ પાર્કનું નામ મંટો પાર્ક પડ્યું. આજે પણ આ પાર્કમાં એક સ્મારક તરીકેની સ્મૃતિ છે. બગીચામાં એક સ્તંભ છે જેમાં રાષ્ટ્રીય પ્રતિક અંકિત કરાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW