ફ્યુલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા અંતર્ગત વીજળીના યુનિટદરમાં વધારો તહેવાર ટાણે ઝીંકી દેવામાં આવ્યો છે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં 50 પૈસાનો વધારો કરી દેવામાં આવ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છના 56 લાખથી વધારે તથા રાજ્યના 1.30 કરોડ વીજ ક્નેક્શન પર રૂ.1318 કરોડનો મોટો વધારો લાગુ થશે. બીજી તરફ તહેવારોમાં આમ આદમી હવે મોંઘવારીના તાબા નીચે પેટ્રોલ ડીઝલ ની સાથે હવે રાંધણ ગેસ માં પણ ધરખમ ભાવ વધારો કરાતા ખરા અર્થમાં બજેટ ખોરવાયું છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

રાંધણ ગેસના ભાવ ઉછળ્યા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 266 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2,000.50 રૂપિયા હશે. મુંબઈમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત હવે ₹1,950 થશે. કોલકાતામાં કોમર્શિયલ એલપીજીનો દર ₹2,073.50 છે, વીજળી પેદા કરવા માટે ઉપયોગી એવા ઈંધણનો ખર્ચ તથા પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ ખરીદવામાં આવતી વીજ ખર્ચના ઉમેરાની સરેરાશ સાથે એફપીપીએનો ત્રિમાસિક ગાળાનો સરેરાશ દર યુનિટદીઠ રૂ.2.40 કરી દેવામાં આવ્યો છે. અગાઉ ત્રિમાસિકના ગાળામાં આ દર યુનિટે રૂ.1.90 રહ્યો હતો. ગુજરાત સરકારની કંપનીએ અન્ય ખાનગી કંપની પાસેથી યુનિટદીઠ ઊંચા ભાવે વીજળી ખરીદી હોવાથી સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 50 પૈસાનો સીધો વધારો કરાયો છે. આમા 10 પૈસાનો વધારો તો કંપનીએ જ કરી દીધો છે. ઑક્ટોબર નવેમ્બર અને ડીસેમ્બરની બિલ સાયકલમાં ગ્રાહકો પાસેથી આ ચાર્જ વસુલ કરવામાં આવશે. એ પછી 40 પૈસાની વસુલાત પણ થશે.