Monday, July 14, 2025
HomeGujaratબેટિંગ અને બોલિંગ અમે સાહસ દેખાડ્યું જ નહી જેના કારણે હાર્યા :...

બેટિંગ અને બોલિંગ અમે સાહસ દેખાડ્યું જ નહી જેના કારણે હાર્યા : કોહલી

દુબઈમાં ચાલી રહેલી ટી 20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમન ભારત પહેલા પાકિસ્તાન સામે હવે ન્યુઝીલેન્ડ સામે શરમજનક હાર થતા ભારતની સેમીફાઈનલમાં જવાની આશા પર બ્રેક લાગી ગઈ છે. રવિવારે દુબઈ ખાતે રમાયેલ ભારત ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે. ગઈકાલે ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો.આ નિર્ણય તેમના માટે ફાયદા રૂપ રહ્યો અને ભારતની ટીમ 20 ઓવરમાં માત્ર 110 રન જ બનાવી શકી હતી જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે માત્ર 14 ઓવરમાં જ ૩ વિકેટે જીત મેળવી લીધી હતી ભારતની ટીમ બીજોમેચ પણ હારી જતા હવે સેમીફાઈનલ માં જવાના રસ્તા પર બ્રેક લાગી ગઈ છે.અગામી સમયમાં ત્રણેય મેચ જીતવા ફરજીયાત બની ગયા છે.

મેચ બાદ વિરાટ કોહલીએ પ્રેસકોન્ફરસ બાદ જણાવ્યું હતું. મને નથી લાગતું કે અમે બોલિંગ બેટિંગમાં કોઈ ખાસ પર્ફોર્મન્સ આપ્યું છે.સ્વભાવિક રીતે આ મેચ અમારી પાસે બોલથી રમવા માટે કઈ ખાસ એવું કઈ ન હતું. અમે જયારે ગ્રાઉન્ડમાં એન્ટર થયા ત્યારે ત્યારે જ અમારી બોડી લેન્ગવેજ નબળી હતી.ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ ઓવરથી જ પ્રેશર બનાવ્યું હતું. અને છેલ્લે સુધી રાખ્યું હતું અમે જયારે પણ ચાન્સ લેવાનો પ્રયન્ત કર્યો ત્યારે અમારી વિકેટ ગુમાવી.ટી 20 મેચમાં આવું થાય પણ વધારે મુશ્કેલી ત્યારે હોય છે.જયરે તેમ કન્ફયુઝ હોવ કે તમારે શોટ મારવો છે કે નહી.


વિરાટ કોહલીએ પ્રેસ્કોફરન્સ વખતે જણાવ્યું છે. કે અમે જોઈએ છીએ કે ભારતીય ફેન્સ અમને જોવા પેવેલિયનમાં આવે છે છેલ્લી 2 મેચમાં અમને હાર મળી છે. અમે દેશ માટે જીતી શક્યા નથી .આપણે આશાવાદી અને પોઝીટીવ રહેવું પડશે અને રિસ્ક લઈને રમવું પડશે આ ટુર્નામેન્ટમાં હજુ રમવા માટે ઘણી ગેમ બાકી છે.વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કોઈનું નામ લીધા વિના સમગ્ર ટીમ હારી છે તેમ જણાવ્યું હતું

આગમી ત્રણેય મેચ જીતવી જરૂરી
ટીમ ઇન્ડીયા માટે સેમીફાઈનલમાં પહોચવાના રસ્તા અત્યંત કઠીન થઇ ગયા છે ભારતને અગામી ત્રણેય મેચ જીતવી ફરજિયાત બની ચુકી છે આ ત્રણેય મેચ જીતીને પણ 6 પોઈન્ટ થશે આ સિવાય ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની મેચ વચ્ચેના પરિણામ પર નિર્ભર રહેવું પડશે અફ્ઘનીસ્તાને ન્યુઝીલેન્ડને હરાવવું પડશે.તેમજ ભારતે નામિબિયા અને સ્કોટલેન્ડ સામે મોટા અંતરથી જીતવું પડશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,000SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page