ઓટો કંપની TOYOTAએ તાજેતરમાં જ પોતાની નવી ઈલેક્ટ્રિક SUV કાર TOYOTA bZ4X માર્કેટમાં લૉન્ચ કરી દીધી છે. આ કારની ખાસ વાત એ છે કે, આ SUV સેગ્મેન્ટની કાર 500 કિમી સુધીની રેન્જ ધરાવે છે. જ્યારે માત્ર 30 જ મિનિટમાં 80% ચાર્જ થઈ જાય છે. આ કાર કંપનીની Bz સીરિઝનું પહેલું મોડેલ છે જે માર્કેટમાં આવ્યું છે. આગળના દિવસોમાં કંપની આ કેટેગરી અંતર્ગત બીજા પણ કેટલાક મોડેલ લૉન્ચ કરશે. અહીં bZનો અર્થ beyond Zero એવો થાય છે.
જે કાર્બન ન્યુટ્રેલિટી પ્રત્યે કંપનીનો દ્રષ્ટિકોણ અદા કરે છે. આ ઈલેક્ટ્રિક SUVના પ્લેટફોર્મને કંપનીએ જાપાનની સુબારૂ કોર્પોરેશન સાથે મળીને તૈયાર કર્યું છે. આ પ્લેટફોર્મમાં ઈલેક્ટ્રિક SUVને ઓફ રોડિંગ પર્ફોમન્સની ક્ષમતા પણ મળી છે. કંપની TOYOTAએ કહ્યું કે, એક એવું બેટરી પર આધારીત ઈલેક્ટ્રિક વાહન બનાવવું છે જેને વર્ષો સુધી સુરક્ષિત અને સરળતાથી ચલાવી શકાય છે. ખાસ કરીને શિયાળાની સીઝનમાં. આ ઉપરાંત કાર ટોપ ક્લાસ બેટરી કેપેસિટી સાથે પણ પ્રાપ્ય છે. આ નવી કારમાં 71.4 kWhની બેટરી આપવામાં આવી છે. રેન્જની વાત કરવામાં આવે તો કંપની અનુસાર ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ વર્ઝન 500 કિમી અને ઓલ વ્હીલ ડ્રાઈવ વર્ઝન આશરે 460 કિમી સુધીની રેન્જ આપે છે. પહેલાનું વર્ઝન એક સિંગલ 150kW મોટરને સપોર્ટ કરે છે. જ્યારે પછીનું એક્સલ 80 kW મોટરને ટેકો આપે છે. કંપનીએ એવું પણ કહ્યું કે, Suv તમામ હાઈ આઉટપુટ ચાર્જર્સને સપોર્ટ કરે છે. આને 150kWની ડાયરેક્ટ કંરટ ક્ષમતા સાથે 30 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.
ડીઝાઈનની વાત કરવામાં આવે તો Toyota bZX4 EVએક મીડ સાઈઝ SUV કાર છે. જે મોર્ડન એક્સટીરીયર સાથે માર્કેટમાં ઊતારવામાં આવી છે. ઈન્ટિરિયરમાં ગ્રાહકોને પારંપરિક શેપ ધરાવતુ સ્ટેરિંગ અને વિંગ શેપ ધરાવતું સ્ટેરિંગમાંથી કોઈ એકને પસંદ કરવાની છૂટ આપવામાં આવી છે