મોરબીના સીરામીક ઉધોગને ગુજરાત ગેસે દિવાળી પહેલા વધુ એક મસમોટો ઝટકો દીધો છે. ગુજરાત ગેસે ગત 30 ઓકટોબરથી ગેસના ભાવમાં રૂ. 11.70 પર ક્યુબીક કરી દીધા છે છેલ્લા 2 મહિનામાં આ ત્રીજો ભાવ વધારો ઝીકી ઉધોગકારોને કમરતોડ ફટકો માર્યો છે.બે મહિના પહેલા જે ગેસ ઉધોગને રૂ.32.51 પર ક્યુબીક ભાવ મળતો હતો તે હવે વધીને રૂ 58.51 પર ક્યુબીક થઇ ગયો છે. હાલ જે ભાવ વધારો છે. તે અંગે ઉધોગકારો અગાઉથી આશંકા સેવી રહ્યા હતા. જેથી તેઓ આ અગાઉથી તૈયાર હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. જોકે આ ભાવ વધારો દિવાળી બાદ આવવાની સંભવાના હતી જોકે દિવાળી પહેલા વધી ગયો છે.
મોરબીના સીરામીક ઉધોગને છેલ્લા 2 મહિના દરમિયાન થયેલા ભાવ વધારા 350કરોડથી વધુનો આર્થિક બોજો આવ્યો છે. આ સિવાય પેટ્રોલ ડીઝલના વધતા ભાવ, વીજળીના ભાવ, ટ્રાન્સપોર્ટ ભાડું રો મટિરિયલ સહિતના ભાવમાં થયેલા વધારાએ અનેક ઉધોગકારોને મરણ તોલ ફટકો માર્યો અલગ અલગ સમયે થયેલા ભાવ વધારો સહન ન કરી શકતા હોવાથી ઘણી ફેકટરી બંધ થયા બાદ ફરી શરૂ થઈ શકી ન હતી.આ સિવાય જે ફેકટરી શરૂ થઈ હતી તે ફરી બંધ થવાની કગાર પર આવી ચૂકી છે.