ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં એક બસ ખીણમાં ખાબકી હતી. દેહરાદૂન નજીક આવેલા વિકાસનગરમાં બસ પડી જવાની ઘટના બની છે. આ અકસ્માતમાં 11 વ્યક્તિઓનાં મોત નીપજ્યા છે. જ્યારે 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. આ ચારેયની સ્થિતિ નાજુક હોવાના વાવડ મળ્યા છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. સ્થાનિક લોકોને આ ઘટનાની જાણ થતા તેઓ રાહતકાર્ય હેતું દોડી ગયા હતા. અકસ્માતનો ભોગ બનેલા યુટિલિટી વ્હીકલમાં કુલ 25 લોકો બેઠા હતા. તંત્ર, પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. આ અકસ્માત બાયલા-બુરૈલા લિંક મોટર રોડ પર થયો હતો.
Uttarakhand: 11 people died, 4 injured in a road accident at Bulhad-Baila road in Chakrata tehsil of Dehradun district. SDM Chakrata rushed to the spot with Police and SDRF. Details awaited.
— ANI (@ANI) October 31, 2021
દેહરાદૂન જિલ્લાના ચકરાતા તાલુકામાં બુલહાદ-બૈલા રોડ પર આ અકસ્માત થયો હતો. વધારે લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓ એક જ ગામના હોવાના વાવડ છે. હાલ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત સ્થળ છેવાડાનો વિસ્તાર હોવાથી રાહત અને બચાવ કાર્યમાં થોડો સમય વધારે લાગી રહ્યો છે. પોલીસે જણાવ્યુ હતું કે, બસ ઓવરલોડ હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોય શકે. 25 લોકો મીની બસમાં બેઠા હતા. જે રૂટ પરથી બસ જઇ રહી હતી, તે રૂટ પર વધુ બસ ન હોવાને કારણે એક જ બસમાં આટલા બધા લોકો બેસીને પ્રવાસ કરી રહ્યા હતા. ઉત્તરાખંડન મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચકરાતાના બુલ્હાડ-બાયલા માર્ગ પર વાહન દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઈશ્વરને મૃતકોના આત્માને શાંતિ અને પરિજનોને દુ:ખ સહન કરવાની શક્તિ પ્રદાન કરવાની પ્રાર્થના કરી છે.