દિવાળી પર્વમાં એક તરફ મજૂરો તેમના વતન જવા રવાના થઇ જતા ટ્રેન અને બસમાં ભીડ વધી છે તો બીજી તરફ સૌરાષ્ટ્રવાસીઓ માં દિવાળી દરમિયાન અન્ય રાજ્યમાં ફરવા જવાનો ક્રેઝ વધ્યો છે. લોકો રાજસ્થાન,એમપી યુપી દિલ્હી હિમાચલ પ્રદેશ તેમજ અસમ સહિતના રાજ્યમાં લોકો મોટી સંખ્યામાં ફરવા જઈ રહ્યા છે.ખાસ કરીને હરિદ્વાર,દિલ્હી,ગૌહાટી તરફ જવાનો ધસારો વધ્યો છે. દિવાળી પહેલા હરિદ્વાર,દિલ્હી,ઉતર ભારત તેમજ ઉતરપૂર્વ રેલવે હાઉસફુલ થઇ ગયા છે. હાલ દરેક ટ્રેનમાં વેઈટિંગ જોવા મળી રહ્યું છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
વધારાના ટ્રાફિકને પહોચી વળવા રેલ્વે દ્વારા વધારાના કોચની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. લાભપાંચમ સુધી આ ધસારો રહેશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે સામાન્ય દિવસો કરતા ટ્રાફિક વધુ રહેવાને કારણે હાલ રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના અલગ અલગ રેલ્વે સ્ટેશનમાં મુસાફરોની સંખ્યા વધી છે.હાલ રેલ્વે વિભાગ દ્વારા અલગ અલગ 7 ટ્રેન કોચ વધારવામાં આવ્યા છે. આ સિવાય એસટી વિભાગ દ્વારા પણ મુસાફરોના વધી રહેલા ધસારાને પહોચી વળવા બસની સંખ્યા વધારી દીધી છે.
પર્સનલ વ્હીકલમાં પણ લોકો ફરવા નીકળ્યા
કોરોના મહામારીના કારણે મોટા ભાગના લોકો ભીડભાડથી બચવાની કોશિશ કરી રહ્યા છે જેના કારણે જે પરિવાર પોતાના વાહન છે તેઓ પબ્લિક વાહનનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે આ સિવાય દિવાળીથી લાભ પાંચમ દરમિયાન ભીડ વધવાની સંભાવનાને ધ્યાને લઈ અત્યારથી ફરવા નીકળી ગયા છે. ખાસ કરીને રાજસ્થાનના ઉદેપુર,જેસલમેર,જયપુર, સહિતના રાજ્યમાં તેમજ એમપીમાં ઉજ્જેન,મહાકાલેશ્વર,જબલપુર સહિતના વિસ્તારમાં ફરવા જઈ રહયા છે.