સીએમ ભુપેન્દ્ર પટેલ વિસનગરના તરભ શિવધામવાળીનાથ મંદિરે દર્શન કરવા પહોચ્યા હતા. ત્યારબાદ તેમને પાલખીમાં બેસાડી તેમને સ્ટેજ સુધી લઇ જવામાં આવ્યા હતા. જ્યાં રબારી દ્વારા રજતતુલા કરવામાં આવી હતી. આ તકે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ હાજર રહ્યા હતા તેઓએ આ તકે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સરળ સ્વભાવના હોવાના કારણે લોકોના મનમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરનાર મુખ્યમંત્રી મળ્યા છે અમારા મુખ્યમંત્રી ખુબ ભોળા છે એ કહે છે કે હું સરળ સ્વભાવનો છું.કોઈ તેમની પાસે કોઈ પણ વાત ની હા કે ના પડાવી જાય છે એટલે અમારે ધ્યાન રાખવું પડે છે.
તો આ તકે સીએમ પટેલે જણાવ્યું હતું કે તમારે સમાજ માટે જે કામ પડે, જે કામ હોય તેનું લીસ્ટ બનાવી લઇ આવજો રબારી સમાજના અગ્રણીઓની સાથે હમેશા મળવાનું થયું છે જેનાથી સારા સંબંધ છે. અને સંબધો પણ હુંફાળા રહે છે.સરકાર તરીકે હમેશા રબારી સમાજ સાથે ઉભા રહીશું અમારા મંત્રી મંડળમાં યુવાન અને ઉત્સાહી ટીમ છે.જે કામ કરવા સદાય તત્પર રહે છે. ગુજરાતમાં મારી રબારી સમજે પ્રથમ જે રીતે રજત તુલા કરી છે તેનો મને ઘણો આનંદ થયો છે. આ ચાંદીનો ઉપયોગ સમાજના ઉચ્ચ શિક્ષણ અને મંદિર નિર્માણમાં વાપરશો
આ તકે મહંત જ્ય્રામગીરી બાપુએ પણ સીએમને ચાદર ઓઢાળી સ્મૃતિ ચિહ્ન આપી આશીર્વાદ આપ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં ઋષિકેશ પટેલ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા,મહારાષ્ટ્રના વિપક્ષ નેતા પ્રવીણ દરેકરનું ફૂલહાર કરી શાલ ઓઢાળી સન્માનિત કરવામાં આવ્યા હતા.