Friday, April 18, 2025
HomeEntertainmentવિવાહ ફેઈમ,યુસુફ હુસૈનનું નિધન, હંસલ મહેતાએ આપી શ્રદ્ધાંજલી

વિવાહ ફેઈમ,યુસુફ હુસૈનનું નિધન, હંસલ મહેતાએ આપી શ્રદ્ધાંજલી

બોલિવૂડ અને ટીવી જગતના એક્ટર યુસુફ હુસૈનનું નિધન થયું છે. શુક્રવારના દિવસે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ વાતની જાણકારી ફિલ્મ ડાયરેક્ટર હંસલ મહેતાએ પોતાના સોશિયલ મીડિયા થકી આપી હતી. યુસુફ હંસલ મહેતાના સસરા હતા. એવામાં હંસલને શ્રદ્ધાંજલી આપવામાં આવી છે. આ સાથે ફિલ્મ ડાયરેક્ટરે એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી હતી. હંસલ યુસુફના નિધન પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરતા તેમણે કહ્યું કે, કેવી રીતે તેણે એક ફિલ્મ ડાયરેક્ટર બનવા માટે મદદ કરી હતી.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

હંસલ મહેતાની સાથોસાથ મનોજ વાયપેયએ પણ એમને યાદ કર્યા છે. હંસલે પોતાની એક પોસ્ટમાં એવું લખ્યું કે, મેં શાહિદના બે શેડ્યુલ પૂરા કરી લીધા હતા. અમે થોડા સમય માટે અટકી ગયા હતા. હું મુશ્કેલીમાં હતો. ફિલ્મ મેકર તરીકે મારી કેરિયર ખતમ થવાનું હતું. એ સમયે તેઓ આવ્યા હતા અને બોલ્યા કે, મારી પાસે એક ફિક્સ ડિપોઝિટ છે. જો તમે પરેશાનીમાં હોવ તો એ મારા કોઈ કામની નથી. તેમણે એક ચેક સહી કરીને મને આપ્યો. શાહિદ પૂરી થઈ ગઈ હતી. આ હતા યુસુફ હુસૈન. એ મારા સસરા જ નહીં પણ મારા પિતા હતા. અગર જિંદગી જિન્દા હોતી તો શાયદ ઉન્હી કે રૂપમેં હોતી. હંસેલ ઉમેર્યું કે, આજે તેઓ ચાલ્યા ગયા છે. જેથી સ્વર્ગમાં તમામ છોકરીઓને દુનિયાની સૌથી સુંદર છોકરી અને દરેક વ્યક્તિને નવયુવાન કહી શકે. અંતમાં કહીએ લવ યુ લવ યુ લવ યુ. યુસુફ સાહેબ હું આ નવ જીવન માટે આપનો આભારી છું. પણ હું આજે ખરા અર્થમાં અનાથ થઈ ગયો. હવે જીંદગી પહેલા જેવી રહી નથી. હું આપને ખૂબ જ યાદ કરીશ. મારી ઉર્દુ ભાષા ખરાબ જ રહેશે. હા. લવ યુ લવ યુ લવ યુ. યુસુફના પુત્રી સફીના હુસેનના લગ્ન હંસલ મહેતા સાથે થયા છે.

યુસુફે પોતાના એક્ટિંગ કેરિયરમાં ‘વિવાહ’, ‘ધૂમ-2’, ‘દિલ ચાહતા હૈ’, ‘રોડ ટુ સંગમ’, ‘ક્રેઝી કુક્કડ ફેમિલી’, ‘બ્લુ ઓર્ગન્સ’, ‘ખોયા ખોયા ચાંદ’, ‘રેડ સ્વાસ્તિક’ અને ‘એક્સેપ્રેસ ફ્રોમ તાલિબાન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. મનોજ વાયપેયએ પણ એમના નિધન પર દુઃખ વ્યક્ત કરીને એક પોસ્ટ શેર કરી હતી. જોકે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સફળ અભિનેત્રી પૂજા ભટ્ટે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મારી આંખમાં આંસુ છે. હું આવા સમાચારની કલ્પના પણ કરી નથી શકતી. અભિષેક બચ્ચેને પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે, યુસુફજી, આપણે ઘણું કામ એકસાથે કર્યું હતું. કુછ ના કહો જેવી ફિલ્મ આપણે સાથે કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
51,152FollowersFollow
2,820SubscribersSubscribe

TRENDING NOW