કોરોના વાયરસની ત્રીજી સંભવિત લહેરની આશંકાની વચ્ચે ભારતમાં કોઈપણ નાગરિક વેક્સિન લીધા વગરનો રહી જાય તે માટે સરકાર દ્વારા બે નવેમ્બરથી હર ઘર દસ્તક રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરશે. આ અભિયાન હેઠળ 18 વર્ષથી ઉપરના જે લોકો વેક્સિનમાં બાકી રહી ગયા છે અને જેમણે બીજો ડોઝ નથી લીધો તેના ઘરે જઈને કોરોના વેક્સિન દેવામાં આવશે. તહેવારના સમયમાં કોરોનાના વધતા આંકડાને જોતા કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે. સરકારનું કહેવું છે કે, આ અભિયાનના માધ્યમથી તે લોકોનું વેક્સિનેશન થશે જેણે હજુ સુધી પહેલો કે પછી બંને ડોઝ લીધા નથી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
સરકારી આંકડાના જણાવ્યા પ્રમાણે કોવિડ-19 રસીનો પહેલો ડોઝ લઈ ચુકેલા 11 કરોડથી વધારે લોકોનો બીજો ડોઝ વચ્ચે નિર્ધારિત સમય પૂર્ણ થયા બાદ પણ તેણે બીજો ડોઝ લીધો નથી. આંકડા જણાવી રહ્યાં છે કે, છેલ્લા છ સપ્તાહ કરતા વધારે સમયથી 3.92 કરોડથી વધારે લાભાર્થીઓએ બીજો ડોઝ લીધો નથી. આવી રીતે આશરે 1.57 કરોડ લોકોએ ચારથી છ સપ્તાહમાં મોડું અને 1.5 કરોડ લોકોએ બેથી ચાર સપ્તાહમાં મોડું થવાથી કોવિશિલ્ડ કે કોવેક્સિનનો બીજો ડોઝ લીધો નથી. જાણકારોનું કહેવું છે કે, મજૂરી કરનારા લોકો વિચારી રહ્યાં છે કે વેક્સિન લીધા બાદ તેની અસર તેના કાણ ઉપર પડશે. તો ઘણમા લોકોને લાગે છે કે વેક્સિનનો એક જ ડોઝ લીધો છે એ જ ઘણો છે. આ ઉપરાંત વૃદ્ધો અને દિવ્યોગ લોકો વેક્સિન માટે સેન્ટર ઉપર જવાથી ડરી રહ્યાં છે સહિતના વિવિધ કારણોએ સામાન્ય લોકો વેક્સિન લેવાથી બચી રહ્યાં છે.
ત્યારે આવા તમામ લોકોને હવે વેક્સિન હવે તેના ઘરના દરવાજા ઉપર જ મળી જશે. જેના કારણે વેક્સિનેશનમાં તેજી આવી શકે. આઈસીએમઆરના પૂર્વ મહાનિદેશક એનકે ગાંગુલીએ જણાવ્યું છે કે, જે લોકોએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી તેને ડોઝ દેવામાં આવશે અને જે લોકોએ બીજો ડોઝ લીધો નથી તેમને બીજો ડોઝ દેવામાં આવશે. ભારતમાં 10 કરોડથી વધારે એવા લોકો છે જેણે સમય ચાલ્યા ગયા બાદ પણ ડોઝ લીધો નથી.