Saturday, January 25, 2025
HomeGujaratCentral Gujaratસવારે ઠંડા પવનો ફૂંકાતા તાપમાન ગગડ્યું, ગાંધીનગર અને નલિયા સૌથી ઠંડા સિટી

સવારે ઠંડા પવનો ફૂંકાતા તાપમાન ગગડ્યું, ગાંધીનગર અને નલિયા સૌથી ઠંડા સિટી

ગુજરાતમાં ઉત્તર પૂર્વના પાછા ફરતા પવનો શરૂ થઈ ગયા છે. જેના કારણે ઠંડીની પા પા પગલી થઈ રહી છે. ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ આવનારા દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાના એંઘાણ છે. અત્યારે રાજ્યના કેટલાક શહેરોમાં તો શિયાળાની ગાત્રો થીજવતી ઠંડીની શરૂ થઈ ગઈ છે. જ્યારે મહાનગરમાં બપોરના સમયે આકરો તાપ લાગી રહ્યો છે. જ્યારે સાંજે વહેલું અંધારૂ થઈ જતા શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં બે દિવસથી તાપમાનનો પારો ગગડતાં સવારે લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.
પાટનગરમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાય હતુ. જ્યારે મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી નોંધાયું હતું.

ગાંધીનગરમાં દિવસના તાપમાનની સરખાણીએ રાત્રીનું તાપમાન 50 ટકા સુધી ગગડયું હતુ. બીજી તરફ સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજયના હવામાન વિભાગના મતે આવનારા ત્રણ દિવસમાં તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. જેના કારણે શહેરમાં તીવ્ર ઠંડીનો અહેસાસ થશે. અમદાવાદમાં આગામી 3 દિવસ સરેરાશ મહત્તમ તાપમાન 34 અને સરેરાશ લઘુતમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. મહાનગર અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન વચ્ચે 4.3 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો છે. બીજી તરફ ગાંધીનગર અને નલિયા સિવાય રાજ્યના તમામ શહેરોનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. આ બંને શહેર સૌથી ઠંડા પુરવાર થયા છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જ્યારે વહેલી સવારે હાઈવે પર ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે. આ વખતે ચોમાસાની મોડેથી વિદાય થતા શિયાળો મોડો રહેશે એવું અનુમાન હતું. પણ દિવાળી નજીક આવતા ઠંડી વધશે એ નક્કી છે. નલીયામાં ગઈ કાલે લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત ભુજનુ 20.8 ડિગ્રી, મહુવાનું 20.7 ડિગ્રી અને કેશોદનું 20.1 ડિગ્રી રહ્યું છે. ઉત્તર પશ્ચિમથી ફૂંકાતા ઠંડા પવનોનું જોર આવનારા દિવસોમાં વધવાનું છે. જેના કારણે આ વખતે સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડી પડશે. જોકે, સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારમાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે.

પવનોની ગતિ વધવાના પણ એંઘાણ છે. દિવાળી બાદ એકાએક શિયાળો શરૂ થાય તો નવાઈ નહીં. ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં આ વખતે ઠંડીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. જોકે, કાશ્મીરમાં હિમવર્ષાના પગલે ગુજરાતના તાપમાનને 48 કલાકમાં અસર થાય છે. કાશ્મીરમાં હજું જોઈએ એવી તીવ્ર હિમવર્ષા થઈ નથી. જોકે, બપોરના સમયે આકરો તાપ લાગી રહ્યો છે. પણ હવે રાત્રીના સમયે ઠંડકનો અહેસાસ થતા પંખા ધીમા કરવા પડ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,778FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW