રાજ્યમાં કોરોનાની સ્થિતિ હાલ કાબૂમાં છે પરતું તકેદારીના પગલાં અતિ જરૂરી છે. તેથી ભીડ ન થાય અને સંક્રમણ ન વધે એ માટે આ વર્ષે પણ સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાએ યોજાતો મેળો રદ કરાયો છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત થતો આવતો પ્રાચીન અને પરંપરા વાળો લોકમેળો રદ કરવા નિર્ણય લેવાયો છે.
કાર્તિકી પૂનમના દિવસે સોમનાથમાં શરૂ થતો પાંચ દિવસ ચાલતો મેળો આ વખતે નહિ હોય છે. આ મેળાને આ વર્ષે પણ કોરોના સંક્રમણને કારણે રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મેળાનું આયોજન અને વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ કરતું હોય છે. ત્યારે સોમનાથની ભૂમિ પર યોજાતો મેળો ભાતીગળ મેળા તરીકે પણ સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ છે. અહીં પણ ખુબ મોટી સંખ્યામાં લોકો મેળા મહાલવાની સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પણ આવતા હોય છે.
સોમનાથ ટ્રસ્ટના કહેવા અનુસાર 1955 થી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાર્તિકી પૂનમના પાંચ દિવસીય ભાતીગળ લોકમેળાનું આયોજન થતું આવ્યું છે. 66 વર્ષના મેળાના ઇતિહાસ દરમિયાન આ વર્ષે મળીને કુલ ત્રણ વખત મેળાને રદ કરવાની ફરજ પડી છે.