HomeGujaratભરૂચની નર્મદા ચોકડી પાસે ગેસ રિફિલિંગ દરમિયાન કારમાં ધડાકો

ભરૂચની નર્મદા ચોકડી પાસે ગેસ રિફિલિંગ દરમિયાન કારમાં ધડાકો

CNG વાહન હોય અને ગેસ રિફિલિંગ કરાવવા માટે જતા હોવ તો ખાસ ધ્યાન રાખજો. દક્ષિણ ગુજરાતના ભરૂચની નર્મદા ચોકડી પાસે એક કારમાં બ્લાસ્ટ થતા નાસભાગ થઈ ગઈ હતી. CNG પંપ પર ગેસ રિફિલિંગ દરમિયાન કારમાં ધડાકો થયો હતો. બ્લાસ્ટ થતા જ કારના ફુરચા ઊડી ગયા હતા. જોકે, આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા અનેક લોકો CNG ગેસને પસંદ કરતા થયા છે. પણ CNG પંપ ઉપર જ કારમાં બ્લાસ્ટ થતા સુરક્ષા સામે ફરી પ્રશ્નો ચર્ચામાં છે.

CNG કાર ચાલકો માટે આ સૌથી રેડ એલર્ટ સમાન કિસ્સો છે. ભરૂચ પાસે આવેલી નર્મદા ચોકડી નજીક CNG કારમાં બ્લાસ્ટ થતા કારનું પડીકું વળી ગયું હતું. ગેસ રિફિલિંગ થઈ રહ્યો હતો ત્યારે આ નુકસાન થયું હતું. બ્લાસ્ટને કારણે ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, કારચાલક અંદરન હતો એટલે કોઈ જાનહાનિ થઈ નથી.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

પણ કારની સ્થિતિ પરથી કહી શકાય છે કે, બ્લાસ્ટ કેટલો શક્તિશાળી રહ્યો હશે. જો પૂરતી તકેદારી રાખવામાં ન આવે તો મોટું નુકસાન સહન કરવાનો વારો આવે છે. તો ક્યારેક જીવ પણ જઈ શકે છે. ઘણી વખત આ અંગેની સૂચના પંપવાળા આપે છે છતાં લોકો એને ધ્યાને લેતા નથી. એટલા માટે જ CNGમાં ગેસ રિફિલિંગ કરાવતી વખતે કાર ખાલી કરી દેવી જોઈએ. અંદર બેઠેલા વ્યક્તિઓએ કારમાંથી બહાર ઊતરી જવું દોઈએ. લોકોએ પણ આ પ્રકારની દુર્ઘટનાથી બચવા ગેસ રિફિલિંગ સમયે કારમાં ન બેસવું જોઈએ. કારના બોનેટનો કુડચો બોલી ગયો છે. જ્યારે તમામ કાચ તૂટી ગયા છે. વ્હીલ તથા એન્જીન જાણે છૂટા પડ્યા હોય એવી હાલત કારની જોવા મળી છે.

કારમાં પાછળનો બેઠક ભાગ તો જાણે હશે જ નહીં એવી સ્થિતિ બ્લાસ્ટ બાદ જોવા મળી છે. દરવાજા કારમાંથી છૂટા પડી ગયા હતા. આ કાર અમદાવાદ પાસિંગની હોવાનું જાણવા મળ્યું છે. ધડાકાના પગલે સમગ્ર પંપ પર કારનો કાટમાળ વિખેરાઈ ગયો હતો. જ્યારે પંપ પર રહેલા એક મશીનને પણ મોટું નુકસાન થયું હતું. જોકે, આ બ્લાસ્ટ ક્યા કારણોસર થયો અને કેવી રીતે થયો એ અંગે કોઈ વિગત સામે આવી નથી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW