દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે એમ રાજકોટની માર્કેટમાં ખરીદીની મૌસમ ખીલી છે. રાજકોટ શહેરના હાર્દસમા ગણાતા યાજ્ઞિક રોડ પર એક કોમ્પ્લેક્સની બાલ્કનીનો ભાગ પડતા નીચે રહેલી દુકાન તેમજ તેની બહાર પાર્ક કરેલ વાહનો દબાઈ જતા તેનો કુડચો બોલી ગયો હતો. સ્લેબ પડતા દુકાનનો વેપારી દબાઈ હતી. હાલમાં ફાયર વિભાગ તરફથી રેસક્યુ ઑપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે સ્લેબ પડ્યો ત્યારે નીચે રહેલી દુકાનમાં કેટલાક માણસો હતા એ વાત જાણવા મળી છે. દબાયેલા લોકોને બહાર કાઢવા માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
કુલ પાંચ વ્યક્તિઓને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં ખરીદી માટે જાણીતા યાજ્ઞિક રોડ પર સવારના સમયે આ ઘટના બનતા થોડા સમય માટે નાસભાગ મચી ગઈ હતી. આસપાસની દુકાન તથા સોસાયટીઓમાંથી લોકોના ટોળા દોડી આવ્યા હતા. હજું પણ ત્રણ લોકો અંદર હોવાનું જાણવા મળ્યું છે. અચાનક સ્લેબ તૂટતા વેપારીઓમાં નાસભાગ થઈ ગઈ હતી. સ્થાનિકોએ પોતાની રીતે લોકોને બહાર લાવવા માટે કામ શરૂ કરી દીધું હતું. રાજકોટ શહેરમાં આ ઘટના બનતા ફરી એકવખત ગેરકાયેદસર ઈમારતનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ઘટનાને પગલે સમગ્ર યાજ્ઞિક રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. પોલીસ ટીમને સમગ્ર ઘટનાની જાણ થતા જ કોમ્પ્લેક્સનો પહેલો ફ્લોર બંધ કરાવી દીધો હતો. DSP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો હતો. આનંદ સ્નેક નામની દુકાન પાસે આ ઘટના બની છે. આ ઈમારત ગેરકાયદેસર છે કે નહીં એ અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. રાજકોટ શહેરના મેયર ડૉ. પ્રદીપ ડવ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
હું ખરીદી કરતી હતી અને બહારથી બધું નોર્મલ હતું અચાનક અવાજ આવ્યો અને જોયું તો આખી છત નીચે પડી ગઈ. હું જે દુકાનમાં હતી ત્યાં દરવાજો લોક થઈ ગયો. એ એટલે અમે લોકો ધીમે ધીમે દુકાનમાંથી બહાર નીકળ્યા હતા. તેમ નજરે જનાર મહિલાએ જણાવ્યું હતું
દિવાળીના માહોલને લઈને સવારથી મોટી સંખ્યામાં લોકો આ રસ્તા પર હતા. આ મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે કહ્યું કે, સ્લેબ પડ્યો એવી ઘટના મારી સામે આવી છે. અમારી ફાયરની ટીમ પહોંચી ગઈ છે. આ ઘટનામાં જે પણ બિલ્ડરની બેદરકારી સામે આવશે એની સામે કાયદેસરના પગલાં લેવાશે. અત્યારે ટાઉન પ્લાનિંગ અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. જ્યારે રાજકોટના મેયર પ્રદીપ ડવે જણાવ્યું કે, જ્યારે પણ જોખમી ઈમારત સામે આવે છે ત્યારે મહાનગર પાલિકા નોટીસ આપે છે. આ મુદ્દો ગંભીર છે. મહાનગર પાલિકા દબાણ દૂર કરવાનું કામ કરે છે. આ ઘટના બનેલી એમાં 18 વર્ષ જૂનું બિલ્ડિંગ છે. છેલ્લા પાંચ વર્ષથી છડું લટકતું હતું એવું વેપારીઓ કહે છે. પણ મહાનગર પાલિકાના ધ્યાનને આવી કોઈ વાત કે ફરિયાદ મળી નથી. તેમ છતાં તમામ જૂની ઈમારતને લઈને સર્વે તથા કામગીરી ચાલું કરાવાશે.