મુંબઈના ક્રુઝ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા આર્યન ખાન અન્ય આરોપીઓને બુધવારે જામીન મળ્યા નથી. ગુરૂવારે પણ એમની સુનાવણી થશે. આ દરમિયાન આર્યન ખાનના વકીલોએ કોર્ટમાં કહ્યું હતું કે, NCBએ આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા કોઈ કાવતરામાં સામિલ હોવાની વાત કહે છે. પણ સત્તાવાર રીતે કોઈ આરોપ લગાવાયો નથી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
બોમ્બે હાઈકોર્ટમાં આર્યન ખાન તરફથી કેસ લડતા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતોગીએ જસ્ટીસ એન ડબ્લ્યુ સાબ્રેની કોર્ટમાં કહ્યું કે એનસીબીએ અમારા અસીલની ધરપકડનો આધાર શું છે તે નથી જણાવ્યું એરેસ્ટ મેમોમાં પન તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.કોઈ શખ્સની ધરપકડ ત્યાં સુધી ન કરી શકાય જ્યાં સુધી ધરપકડ ના કારણની માહિતી ના હોય બીજી તરફ અરબાજ મર્ચન્ટના વકીલ અમિત દેસાઈએ પણ કોર્ટને રજૂઆત કરી
એનડીપીએસ કોર્ટે મંગળવારે આ કેસનો બે આરોપીને જમાનત આપ્યા છે.તેમાંથી એક પાસે 2.6 ગ્રામ ગાંજો હતો.બીજાએ ગાંજાનું સેવન કર્યું હતું તેમ કબુલ કર્યું હતું તેના આધારે આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટને પણ કડક શરતો સાથે જમાનત આપવી જોઈએ આ અંગે કોર્ટે પૂછ્યું કે શું બે લોકો સાથે તમારા અસીલને કોઈ સંબંધ છે.તેના જવાબમાં આર્યનના વકીલે બિલકુલ નહી.આર્યન અરબાઝ,અને મુનમુનની જે જૂની વોટ્સએપ ચેટ મીડિયામાં લીક કરાઈ છે.તેને કોર્ટમાં પુરાવા તરીકે રજુ નથી કરાઈ આખરે બે કલાકની સુનવણી પછી જજે કહ્યું કે ગુરુવારે એનસીબી તરફથી એએસજી અનિલસિંહ પક્ષ રજુ કરશે. ત્યારે અમે આ કેસનો ઉકેલનો લાવવાનો પ્રયાસ કરીશું જો બે દિવસમાં આર્યનને જમાનત નહી મળે તો દિવાળી બ્રેકના કારણે હજુ 16 દિવસ જેલમાં રહેવું પડશે.
બીજી તરફ દિલ્હીથી મુંબઈ પહોંચેલી ટીમે સમીર વાનખેડેનું નિવેદન લીધું હતું. સમીન વાનખેડેની સામે દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. એની તપાસ માટે એનસીબીની ડેપ્યુટી ડીજી જ્ઞાનેશ્વસિંહ સહિત પાંચ સભ્યોની ટીમ દિલ્હીથી મુંબઈ પહોંચી હતી. વાનખેડેનું નિવેદન લેવામાં આવ્યું હતું. ડીજીએ કહ્યું હતું કે, વાનખેડેના નિવેદન બાદ અમે પણ સાક્ષીઓને નિવેદન માટે બોલાવ્યા છે. આ દરમિયાન ડ્રગ કેસમાં એક નાઈજીરિયનની ધરપકડના સ્વતંત્ર સાક્ષી શેખર કાંબલે પર આરોપ લાગ્યો છે. વાનખેડેએ એની તપાસ કરવા માટે આઠથી દસ કોરા કાગળ પર સહી કરાવી હતી. એની પાસેથી કોઈ ડ્રગ મળ્યું ન હતું તેમ છતાં એના પાસેથી 60 ગ્રામ ડ્રગ પકડાયા હોવાનું બતાવી દેવાયું હતું.