Saturday, January 25, 2025
HomeNationalનવાબ મલિકે કર્યો ધડાકો,આ રહ્યું સમીરનું નિકાહનામું

નવાબ મલિકે કર્યો ધડાકો,આ રહ્યું સમીરનું નિકાહનામું

મુંબઈ ડ્રગ કેસમાં દિવસે દિવસે નવા નવા આરોપ તપાસ કરી રહેલા NCBના ઝોનલ ડાયરેક્ટર સમીન વાનખેડે પર લાગી રહ્યા છે. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે સતત ટ્વીટ અને પત્રકાર પરિષદ કરીને વાનખેડેને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે લગાવેલા આરોપ પર મંગળવારે સમીરની પત્ની ક્રાંતિ રેડકરે સણસણતો જવાબ આપ્યો. ક્રાંતિ રેડકરે કહ્યું કે, એ ખોટા નથી ઈમાનદાર વ્યક્તિ છે. મારા પતિ ખોટું નથી બોલતા. જેની સામે નવાબ મલિકે સમીર વાનખેડેની વિરૂદ્ધમાં ટ્વીટ કર્યું છે. તેમણે એક નિકાહનામા શેર કર્યું છે.

આ સાથે તેમણે એવું પણ લખ્યું છે કે, તા.7 ડીસેમ્બર 2006ના રોજ સમીર દાઉદ વાનખેડે અને શબાના કુરૈશી વચ્ચે લોખંડવાલા કોમ્પ્લેક્સમાં અંધેરી વિસ્તારમાં નિકાહ થયા હતા. સમીર દાઉદ વાનખેડેનું નિકાહનામું. જે ડૉ.શબાના કુરૈશી સાથે થયું હતું. આ આરોપ પર સમીર વાનખેડેની પત્નીએ પ્રતિક્રિયા આપી છે. ક્રાંતિએ એક પત્રકાર પરિષદ યોજીને અનેક મુદ્દાઓનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે,અમે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી એક છીએ. મારા પતિની કામની શૈલીથી કેટલાક લોકોને મુશ્કેલી પડી રહી છે. પણ તે ખૂબ ઈમાનદાર છે. સારા અધિકારી છે.મને મહારાષ્ટ્ર સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે કે, તે સત્ય સાથે ઊભી રહેશે. મારા પતિ ઈમાનદાર છે. એના પર લાગેલા આરોપ ખોટા છે. ક્રાંતિએ ટ્વીટ કરીને એવું પણ કહ્યું કે, મારા પતિ સમીર જન્મથી હિન્દુ છે. અમે કોઈ ધર્મ પરિવર્તન કર્યું નથી. પણ દરેક ધર્મોનું સન્માન કરીએ છીએ. સમીરના પિતા પણ હિન્દુ છે. જેણે મુસ્લિમ મહિલા સાથે લગ્ન કર્યા છે. સમીરના પહેલા લગ્ન સ્પશ્યલ મેરેજ એક્ટ અંતર્ગત થયા હતા. ત્યાર બાદ વર્ષ 2016 બાદ છૂટાછેડા થયા હતા. આ કેસમાં અમે દરરોજ પુરાવાઓ આપીને પરેશાન છીએ. એ પછી મારી સાથે લગ્ન વર્ષ 2017માં થયા હતા.

આ પરથી નવાબ મલિકે દાવો કર્યો હતો કે, એક અજાણ્યા વ્યક્તિનો પત્ર છે. જે પોતાની જાતને NCBનો કર્મચારી કહે છે. પણ આ પત્રમાં એને કોઈ પ્રકારનું નામ લખ્યું નથી. આ પત્ર અનુસાર અમિત શાહ જ સમીર વાનખેડે તથા આસ્થાના NCBમાં લઈને આવ્યા હતા. આ કેસને મોટો કરવા માટે દરોડા દરમિયાન મળેલા ડ્રગ કરતા વધારે માત્રા દેખાડવામાં આવે છે. કારણ કે, સમીર વાનખેડે આને લીડ કરી રહ્યા છે. સમીર વાનખેડે અને કેપીએસે દીપિકા જેવી મોટી એક્ટ્રેસના કેસમાંથી પૈસા કમાયા છે. જોકે, આ એક આરોપ છે. અમારી લડાઈ કોઈ NCB સાથે નથી. છેલ્લા કેટલાક વર્ષોથી આ સંસ્થા સામે કોઈ પ્રકારના પ્રશ્નો થયા નથી. એક અધિકારીએ ખોટા સર્ટિફિકેટથી નોકરી લીધી છે. મે આ માટે બર્થ સર્ટિફિકેટ પણ શેર કર્યું છે. પણ હું ક્યારેય ધર્મના આધાર પર કોઈ રાજકારણ કરતો નથી. ગરીબ વ્યક્તિનો હક છીનવી લીધો. એના પિતા અનુસુચિત જાતિના છે. મુસ્લિમ મહિલા સાથે લગ્ન કર્યા એટલે મુસ્લિમ ધર્મનું જ પાલન કર્યું. સમીરના પિતા જન્મથી દલિત હતા. લગ્ન બાદ તેણે ધર્મ પરિવર્તન કર્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ ધર્મ પરિવર્તન કરે છે ત્યારે અગાઉની જાતિથી કોઈ લેવાદેવા નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,778FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW