ભારત- પાકિસ્તાન કહેવા માટે તો બંને દેશો એકી સાથે આઝાદ થયા હતા. પરંતુ આજના સમયમાં આ બંને દેશોમાં જમીન આકાશનો ફરક છે. સામાન્ય રીતે દરેક દેશમમાં કોઈને કોઈ કાયદા એવા હોય છે જે ઘણા અજીબોગરીબ હોય છે. પરંતુ પાકિસ્તાન તો આવા વિચીત્ર કાયદાના કિસ્સામાં નંબર 1 ઉપર રહ્યું છે. આજે અમે તમને પાકિસ્તાનના આવા વિચીત્ર કાયદાઓ વિશે માહિતી આપીશું. અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

અહીંયા ફોનને સમજવામાં આવે છે તિજોરી પાકિસ્તાનમાં તમે કોઈની પરવાનગી વિના કોઈના પણ ફોનને અડી શકતા નથી. તેને ગેરકાયદે માનવામાં આવે છે. જો કોઈ શખસ આવું કરતા પકડાય છે તો તેને છ માસની જેલની સજા થઈ શકે છે.

કેટલાક શબ્દોનું અંગ્રેજીમાં અનુવાદ જ ખોટું અહીંયા અલ્લાહ, મસ્જીક, રસુલ કે નબીનો અંગ્રેજી અનુવાદ કરવો ગેરકાયદે છે. આવું કરતા કોઈ પકડાય છે તે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે.

ભણવા ઉપર લાગે છે ટેક્સ જો કોઈ વિદ્યાર્થી ભણતર ઉપર વર્ષમાં 2 લાખ કરતા વધારે ખર્ચે છે તો તેને 5 ટકા ટેક્સ ભરવો પડી શકે છે. માટે જ ત્યાં લોકો ઓછું ભણેલા છે.

ગર્લફ્રેન્ડની સાથે રહો તો મળે છે જેલની સજા પાકિસ્તાનમાં એક એવો નિયમ છે જેને સાંભળીને તમે હસી પડશો. પાકિસ્તાનમાં લોકોને ગર્લફ્રેન્ડ બનાવવાની પરવાનગી નથી. અહીંયા કોઈ પણ છોકરો અને છોકરી લગ્ન પહેલા એક સાથે રહી નથી શકતા અને તેના માટે અલગ પ્રકારના નિયમ બનાવાયા છે.

ઈઝરાયેલ નથી જઈ શકતા પાકિસ્તાની પાકિસ્તાનના નાગરિકને ઈઝરાયેલ જવાની પરવાનગી નથી. અર્થ કે, પાકિસ્તાન સરકાર પોતાના નાગરિકોને ઈઝરાયેલ જવા માટે વિઝા આપતી નથી. કારણ કે, પાકિસ્તાન ઈઝરાયેલને દેશ નથી માનતું.