કેનેડા સરકારમાં પ્રથમ વખત કોઇ ભારતીય મૂળનાં મહિલા અનિતા આનંદ સુરક્ષામંત્રી બન્યાં છે. કોઈ મહિલાની પસંદગી કેનેડાના ઈતિહાસમાં રક્ષામંત્રી તરીકે કરવામાં આવી હોય તેવી બીજી ઘટના બની છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમના નવા કેબિનેટની જાહેરાત કરી હતી. નવા રક્ષામંત્રી અનિતા આનંદે ઈન્ડો-કેનેડિયન હરજિત સજ્જનનું સ્થાન લીધું છે.
ભારતીય મૂળનાં આ મહિલા સહિત વધુ એક મહિલાનો મંત્રીમંડળમાં સમાવેશ થયો છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના મંત્રી મંડળમાં અન્ય ભારતીય-કેનેડિયન મહિલા સાંસદ કમલ ખેરાએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે. અગાઉ ભારતીય-કેનેડિયન મંત્રી બરદિશ ચાગર યુવા સહિત ડાઈવર્સિટી મંત્રાલયની જવાબદારી સંભાળતા હતા. નવા કેબિનેટમાં મહિલા મંત્રીઓમાં બે ભારતીય-કેનેડિયન મહિલા મંત્રી સ્થાન ધરાવે છે.