કોરોના મહામારી દરમિયાન ખાનગી હોસ્પિટલોએ સારવાર દરમિયાન સામાન્ય કરતા અનેક ગણી ફી વસુલી દર્દીઓને લુંટ્યા હોવાની ફરિયાદ અવારનવાર ઉઠી હતી.તાજેતરમાં પૂર્વ મંત્રી યોગેશ પટેલે પણ વડોદરાની ખાનગી હોસ્પિટલો દર્દીઓ પાસેથી બેફામ રીતે રૂ.1880 કરોડ વસુલ કર્યા હોવાનું કહી વિવાદનો મધપુડો છેડ્યો હતોહજુ આ વિવાદ શાંત નથી થયો ત્યાં વડોદરા સ્ટર્લિંગ હોસ્પિટલ સ્પેશીયાલીસ્ટ તરીકે સેવા આપનાર પાલ્મોનોલીજીસ્ટ ડો. સોનિયા દલાલે પોલીસ મથકમાં અરજી આપી છે જે મુજબ તેણે જણાવ્યું હતું કે
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
2018 માં તેમની સાથે સ્ટર્લિંગ હોસ્પીટલમાં એમઓયુ કર્યું હતું અને આ પ્રમાણે હોસ્પિટલે ઇન્ડોર પેશન્ટનો જે ચાર્જ થાય એ તમામને આપવાનો હતો. પેશન્ટ સર્જરી થાય તો બીલના 80 ટકા તેમને આપવાની હતી.અને આઉટડોર પેશન્ટ ચકાસવામાં આવે તો તેની 80 ટકા રકમ આપવાની થશે અને આ રકમ દર ત્રણ મહીને ચૂકવવવામાં આવતી હતી

બાદમાં કોરોના મહામારી શરુ થતા કોર્પોરેશન દ્વારા હોસ્પીટલમાં દાખલ થતા દર્દીઓ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી,જેમાં આઈસીયુ,વેન્ટીલેટર, તેમજ વોર્ડમાં દાખલ થતા દર્દીઓ માટેની ફી નક્કી કરવામાં આવી હતી. જેમાં સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર દ્વારા વિઝીટ કરવામાં આવે તો તેની વિઝીટ ફી અલગ ગણાશે. તે પણ અગાઉથી નક્કી કરાયું હતું. રમિયાન દર્દીઓની સંખ્યા વધતાં 5 ડોક્ટરની ટીમ બનાવવામાં આવી હતી, જેમાં 4 ડોક્ટર સ્ટર્લિંગ હોસ્પિટલમાં પગારથી નોકરી કરતા હતા, ટીમમાં તેઓ એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હતાં.
ગાઇડલાઇન મુજબ નોકરી કરતા ડોક્ટરના નામે પેશન્ટ પાસેથી ચાર્જ વસૂલી શકાય નહીં એટલે અમારા નામથી ચાર્જ વસૂલવામાં આવતો હતો. સુપર સ્પેશિયાલિસ્ટ હોવાના કારણે તેમના નામે કરોડોની રકમ દર્દી પાસેથી વસૂલ કરાયા બાદ તેમને રકમ ચૂકવવામાં આવી ન હતી. તેમણે વારંવાર હોસ્પિટલ સમક્ષ રકમ ચૂકવવા માટે જણાવ્યું હતું, પરંતુ કોઇ પ્રત્યુત્તર ન મળતાં આખરે એડવોકેટ કૌશિક ભટ્ટ મારફતે હોસ્પિટલને નોટિસ મોકલવામાં આવી હતી. જોકે ત્યારબાદ પણ કોઇ કાર્યવાહી ન થતાં આખરે ક્રાઇમ બ્રાન્ચમાં તબીબે અરજી આપી હતી. તબીબના જણાવ્યા મુજબ કોરોનાકાળમાં તેમણે 2865 દર્દીની સારવાર કરી હતી. દર્દીઓ પાસેથી હોસ્પિટલે એક દિવસના સરેરાશ રૂા.7000થી વધુની રકમ વસૂલ કરી હતી અને એક દર્દીની સરેરાશ 7 દિવસ સારવાર કરવામાં આવી હતી અને તે પેટે તેમને રૂા.20 કરોડથી વધુની રકમ લેવાની થાય છે. જોકે હોસ્પિટલે તેમને માત્ર રૂા.1,41,68,427 ચૂકવ્યા હતા અને બાકીની રકમ તેમને ચૂકવવામાં આવી ન હતી.
ડૉ.સોનિયાએ આસિસ્ટન્ટ ડૉક્ટર નિમ્યો તો એના નામે પણ ફી વસૂલાઈ
પોલીસને આપેલી અરજીમાં ડો.સોનિયા દલાલે જણાવ્યું છે કે, હોસ્પિટલમાં પેશન્ટ વધતાં તેમણે મેનેજમેન્ટને વિનંતી કરી હતી કે, તેમના આસિસ્ટન્ટ તરીકે ડો. અભિનવ કામ કરશે. મેનેજમેન્ટે સ્પષ્ટ જણાવ્યું હતું કે, હોસ્પિટલ ડો.અભિનવને કોઇ રકમ ચૂકવશે નહીં અને તમારે રકમ ચૂકવવી પડશે. અમે આ અંગે તૈયાર થયાં હતાં, પરંતુ પાછળથી ખબર પડી હતી કે, ડો. અભિનવને હોસ્પિટલે વિઝિટિંગ ડોક્ટર તરીકે રાખ્યા ન હોવા છતાં તેમના નામે પેશન્ટ પાસેથી નાણાં વસૂલ કર્યાં હતાં.