ઓટોની દુનિયામાં તાજેતરમાં ઉડતી કારને લઈને ચર્ચા થઈ રહી છે. પણ જાપાનની એક કંપની આનાથી પણ એક પગલું આગળ વધીને ઉડતી બાઈક તૈયાર કરી છે. જાપાનના એક સ્ટાર્ટઅપે ઉડતી બાઈક તૈયાર કરી છે. Hoverbikeથી તે ઓળખાય છે. આ બાઈકનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. ટોક્યો બેઝ ડ્રોન સ્ટાર્ટઅપ A.L.I. Technologiesએ આ બાઈક તૈયાર કરી છે. આ Hoverbikeને XTURISMO Limited Edition નામ આપવામાં આવ્યું છે.

કંપનીએ દાવો કર્યો હતો કે, આ 40 મિનિટ સુધી ઊડી શકે છે. જેની સ્પીડ 100kph સુધી જઈ શકે છે. જેમાં એક કન્વેંશનલ એન્જીન અને મોટર આપવામાં આવી છે. જેને પાવર આપવા માટે બેટરી પણ આપવામાં આવી છે. આ બાઈકની કિંમત આશરે 77.7 મિલિયન યેન આશરે 5.09 કરોડ રૂપિયા હોવાનું મનાય છે. તા.26 ઑક્ટોબરથી આ બાઈકનું બુકિંગ શરૂ થશે. કંપનીએ અત્યારે આ બાઈકના માત્ર 200 મોડલ તૈયાર કરશે. સમાચાર એજન્સી રોઈટર્સના ચીફ એક્ઝિક્યુટિવ Daisuke Katano એ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ગ્રાઉન્ડ અથવા આકાશ પર ફરી શકાય એવી ચોઈસ મળી રહેતી. પણ હવે મુવમેન્ટ માટે નવી મેથડની ઓફર સામે આવી છે. બ્લેક એન્ડ રેડ કલરની આ બાઈક અનોખી છે. મોટરસાયકલ જેવી દેખાઈ રહી છે. બાઈકમાં પ્રોપેલર્સ આપવામાં આવ્યા છે. મશીન સ્થિર થવા પર તે લેન્ડ પણ કરી શકે છે. જાપાનના આ સ્ટાર્ટઅપને Mitsubishi Electric અને Kyocera જેવી કંપનીઓ સપોર્ટ કરે છે. આ બાઈકને Mount Fuji પાસે ડેમોન્સ્ટ્રેટ કરવામાં આવી હતી.
ગ્રાઉન્ડથી ઉપર ઊઠીને હવામાં કેટલાક શોર્ટ ફ્લાઈના પ્રયોગ કરાયા હતા. કંપનીએ કહ્યું કે, નજીકના ભવિષ્યમાં આનો ઉપયોગ એવી સાઈટ સુધી સિમિત રહેશે જ્યાં ગ્રાઉન્ડ પરથી ઊડી શકાય છે. જાપાનના સૌથી ગીત રસ્તાઓ પર તે ઊડી શકે એમ નથી. ખાસ કરીને આફત વખતે રેસક્યુ ઑપરેશન કરવા માટે આવી બાઈક ઉપયોગી પુરવાર થશે. જ્યાં રેસ્ક્યુ ટીમ પહોંચી શકે એમ નથી ત્યાં આવી બાઈકથી મદદ પહોંચાડી શકાશે. સેફ્ટિને કારણ જાપાનમાં રાઈડ શેરિંગ સેક્ટરનો ગ્રોથ ઓછો થઈ રહ્યો છે. પેંડિગરૂલને બદલવા માટે બાઈક માટે એક એપ્લિકેશનને વિસ્તારી શકાય એમ છે. આના પર કંપની વિચાર કરી રહી છે.