એક તરફ દેશમાં અલગ અલગ બીમારીઓની સારવાર મોંઘી થઇ રહી છે તો દવાઓના ભાવ પણ આસમાને પહોચી ગયા છે એવા સમયે એનપીપીએએ એક મહત્વ પૂર્ણ નિર્ણય લીધો છે જેનાથી લોકોને અલગ અલગ બીમારીઓની દવા ઓછા દરે મળી શકે છે.હવેથી ડાયાબીટીસની સારવારમાં ઉપયોગમાં આવતી 12 જેનરીક દવાઓ સસ્તી કરી છે અને તેની અધિકતમ કિમત નકકી કરી છે. આ દવાઓમાં ગ્લિમેપાઈરાઈડટેબલેટ, ગ્લુકોઝની સોઈ અને ઈન્સ્યુલીન સોલ્યુશન સામેલ છે.

દરેક ભારતીય ડાયાબીટીસ જેવી બીમારીનો સસ્તો ઈલાજ કરાવી શકે તે માટે આ કિંમત ઘટાડાઈ છે. જે અંતર્ગત ગ્લિમેપાઈરાઈડ એક એમજીની ટેબલેટની અધિકતમ છુટક કિંમત હવે 3.6 રૂપિયા હશે, જયારે બે એમજીની એક ટેબલેટની કિંમત 5.72 રૂપિયા હશે.તેમ એનપીપીએ એક ટવીટ કરીને જાણકારી આપી છે.
આ ઉપરાંત 25 ટકા સ્ટ્રેન્થ વાળા એક એમએલ ગ્લુકોઝ ઈન્જેકશનની કિંમત 17 પૈસા જયારે 40 આઈયુ/એમએલ સ્ટ્રેન્થના એક એમએલ ઈન્સ્યુલીન ઈન્જેકશનની કિંમત 15.09 રૂપિયા નકકી કરાઈ છે. આ રીતે 40 આઈયુ/એમએલ સ્ટ્રેન્થ વાળા એર એમ એલ ઈન્ટરમીડીયા એકટીંગ (એનપીએચ) સોલ્યુશન ઈુસ્યુલીન ઈન્જેકશનની કિંમત પણ 15.09 રૂપિયા 40 આઈયુ/એમઓ સ્ટ્રેન્થના 30:70 પ્રીમીકસ ઈુસ્યુલીન ઈન્જેકશનની પણ પ્રતિ ઈન્જેકશન આ જ કિંમત નકકી થઈ છે.
500 એમજી મેટફોર્મિન ઈમીડીએટ ટેબ્લેટની કિંમત એક ટેબલેટ 1.51 રૂપિયા જયારે 750 એમજીની એક ટેબલેટની કિંમત 3.05 રૂપિયા અને એક ગ્રામ સ્ટ્રેન્થ વાળા મેટફોર્મિન ટેબલેટની અધિકતમ કિંમત 3.61 રૂપિયા રાખવામાં આવી છે. મેટફોર્મિન કંટ્રોલ રિલીઝ એક ગ્રામ વાળી એક ટેબલેટનું અધિકતમ મૂલ્ય 3.66 રૂપિયા છે, જયારે તેની 750 એમજી અને 500 એમજીવાળી એક ટેબલેટની કિંમત ક્રમશ: 2.40 રૂપિયા અને 1.92 રૂપિયા છે.