Saturday, January 25, 2025
HomeNationalરામ મંદિર ટ્રસ્ટ ફૂડ સેક્ટરમાં આ કોર્પોરેટ ગ્રૂપને મળી જવાબદારી, વાંચી લો...

રામ મંદિર ટ્રસ્ટ ફૂડ સેક્ટરમાં આ કોર્પોરેટ ગ્રૂપને મળી જવાબદારી, વાંચી લો આ

રામ મંદિર ટ્રસ્ટ ફંડનું સંચાલન હવે કોર્પોરેટ જાયન્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસને સોંપવામાં આવ્યું છે. જે ડિજિટલ એકાઉન્ટિંગ સોફ્ટવેર વિકસાવી રહ્યું છે.ટ્રસ્ટે જમીન સોદામાં ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કર્યા પછી આ નિર્ણય લીધો છે.રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે હસ્તાંતરણની પુષ્ટિ કરી છે, સૂત્રોએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદેશ પર આ નિર્ણય લેવામાં આવ્યો હતો, વિવાદાસ્પદ જમીન સોદાને લઈને ચાર મહિના પહેલા ટ્રસ્ટના ત્રણ મુખ્ય સભ્યોને મુંબઇ બોલાવીને બેઠક કરી હતી.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

TCS એ રામજન્મભૂમિ નજીક રામઘાટ ખાતે તેની એકાઉન્ટ ઑફિસની સ્થાપના કરી છે અને તે સોફ્ટવેર વિકસાવવા અને ડિસેમ્બર સુધીમાં ટ્રસ્ટ એકાઉન્ટ્સનું ડિજિટાઇઝેશન અને સંચાલન શરૂ કરવાનું સુનિશ્ચિત કરી દીધું છે ,ટાટા જૂથના આઇટી નિષ્ણાતોએ મંદિર નિર્માણ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રાને સોફ્ટવેરનું પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન આપ્યું હતું.મંદિર ટ્રસ્ટના સચિવ ચંપત રાયે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે TCSનું ડિજિટલ પ્રદર્શન સારું છે.“અમે તેમના સોફ્ટવેર નિષ્ણાતો સાથે અમારી જરૂરિયાતો અંગે ચર્ચા કરી હતી, જેઓ હવે એકાઉન્ટિંગ સિસ્ટમ ગોઠવી રહ્યા છે. TCS ડિસેમ્બરથી અમારા એકાઉન્ટને ડિજિટાઇઝ અને મેનેજ કરશે. આ સાથે ફૂડની જવાબદારી ટાટા ગ્રુપના લોકોની રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,778FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW