આજે ભારતીય શેર બજારમાં ચાર દિવસના ઘટાડા ઉપર વિરામ લાગ્યું હતું. સેંસેક્સ 383.21ના ઉછાળા સાથે 61,350.26 ઉપર બંધ થયું છે. તો નિફ્ટીમાં 143 પોઈન્ટના વધારાની સાથે 18,268.40 ઉપર બંધ થયું છે. કાલની રેલી બાદ આજે બેંક નિફ્ટીમાં 45 અંકોની મામુલી તેજી જોવા મળી હતી. આજે બેંકીંગ સેક્ટરમાં તેજી જોવા મળી હતી.
સેંસેક્સના 30 શેયર્સમાંથી 20 શેરમાં ખરીદી અને 10 શેરમાં વેચાવવલી જોવા મળી છે. જેમાં ટાટા સ્ટીલના શેર 3.29 ટકા, ટાઈટનના શેર 3.20 ટકાથી વધારે, નેસ્લે ઈન્ડિયાના શેર 2.91 ટકા વધીને બંધ થયા છે. તો ઈન્ડસઈન્ડ બેંકના શેરોમાં 1.92 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

સેમી કંટક્ટરના ઘટાડાના દુર કરવા માટે સરકાર જલ્દી Design Linked INCENTIVE SCHEME લાવશે. આવનારા પાંચ વર્ષમાં આશરે 1000 કરોડનું ઈન્સ્ટેન્ટિવ્સ દેવાનો પ્રસ્તાવ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ વર્ષમાં 15 semiconductors ડિઝાઈન વિકસીત કરવાનો પ્રસ્તાવ છે. દેશમાં કુલ ઈલેકટ્રોનિક્સ ડિઝાઈન માર્કેટ આશરે 25 બિલિયન ડોલરનું છે. જે આગામી પાંચ વર્ષમાં 100semiconductors design startup ઉપર ફોકસ કરવામાં આવશે.
કોટક મહિન્દ્રા બેંકે શેર બજારને જણાવ્યું કે, વર્ષ 2021-22ની જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળા દરમયાન કુલ આવક વધીને 8,408.87 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે નાણાકીય વર્ષ 2020-21ના સમાન સમયગાળામાં તે 8,252.71 કરોડ રૂપિયા હતી. નાણાકીય વર્ષ 2021-22ના બીજા ત્રીમાસીકમાં બેંકની ચોખા વ્યાજની આવક નાણાકીય વર્ષ 2020-21ના બીજા ત્રીમાસીકના 3897 કરોડ રૂપિયાથી ત્રણ ટકા વધીને 4021 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ ત્રીમાસીક સમયગાળા દરમયાન ચોખ્ખા વ્યાનું માર્જિન 4.45 ટકા હતું.

ઝી એન્ટરટેનમમેન્ટે 27 ઓક્ટોબરના રોજ પ્રસ્તાવિત પોતાની બોર્ડ મીટીંગની બેઠકને રદ્દ કરી દીધી છે. કંપનીએ જણાવ્યું છે કે, કોરમ નહીં થતું હોવાથી આ બેઠક રદ્દ કરાઈ છે. સરકારી કંપની એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ઓપરેશંસ વાળા 13 એરપોર્ટને કેન્દ્ર સરકાર ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં પ્રાઈવેટાઈઝ કરવાની યોજના બનાવી રહ્યાં છે. AAIએ સાત નાના એરપોર્ટ અને છ મોટા એરપોર્ટની સાથે જોડીને નિર્ણ કર્યો છે.