પાખંડી બાબાઓના કામલીલા અને ધતિંગ પર આધારિત વેબસીરિઝ આશ્રમ 3નું શુટિંગ ભોપાલમાં થઈ રહ્યું છે. બજરંગદળના કાર્યકર્તાઓએ જેમાં મારામારી કરી, પ્રોડક્શન ટીમના વાહનોના કાચફોડીને મોટું નુકસાન કર્યું હતું. અનેક બોલિવૂડ સેલેબ્સે આ ઘટનાની ટીકા કરી છે. કેટલાકે આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ પણ આવા હિંસક વ્યવહારની ટીકા કરી છે. એક નિવેદન આપતા કહ્યું હતું કે, પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા ભોપાલમાં ચાલી રહેલા આશ્રમ 3 ના શુટિંગ દરમિયાન થયેલી હિંસા, અત્યાચાર, સ્ટાફ સાથે થયેલી મારમારી તથા આવી કટ્ટરતાની નિંદા કરે છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, ગેરકાયદેસર રીતે કેટલાક અસામાજિક તત્વો ફિલ્મ માટે મોટા વિધ્ન ઊભા કરે છે. આવા તત્વોને સજાનો કોઈ ડર નથી. આવી હિંસા કરનારા તત્વો સામે તાત્કાલિક અને કડકમાં કડક સજા કરવામાં આવે. આવી ઘટનાઓ બને ત્યારે ખૂબ ચિંતા થાય છે. આ કોઈ પહેલી ઘટના નથી કે કોઈ શુટિંગ દરમિયાન આવી મારપીટ થઈ હોય. બજરંગદળના કાર્યકર્તાઓએ ડાયરેક્ટર પ્રકાશ ઝા પર શાહી ફેંકી હતી. હિન્દુઓને ખોટી રીતે પ્રદર્શિત કરવાના આરોપ કાર્યકર્તાઓએ મૂક્યા છે. જ્યારે આ કેસમાં પોલીસે જણાવ્યું કે, કાર્યકર્તાઓએ કરેલા પથ્થરમારામાં એમની બે બસના કાચ તૂટી ગયા છે.
કાર્યકર્તાઓએ ધમકી ઉચ્ચારી છે કે, તેઓ આ વેબ સીરિઝનું શુટિંગ આગળ થવા દેશે નહીં. ઘટના સ્થળે રહેલા પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, ડાયરેક્ટર પ્રકાશ ઝા અને લીડ રોલ પ્લે કરી રહેલા એક્ટર બોબી દેઓલ સામે કાર્યકર્તાઓએ હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે. આવા આરોપ સાથે નારેબાજી પણ કરવામાં આવી હતી. પત્રકારો સાથે વાત કરતા બજરંગદળના પ્રદેશ સંયોજક સુશીલ સુરહેલેએ કહ્યું કે, કાર્યકર્તાઓ ભોપાલમાં આશ્રમ 3 વેબ સીરિઝનું શુટિંગ નહીં થવા દે. ગુરૂઓ તરફથી મહિલાઓનું થતું શોષણ દેખાડી આ સીરિઝમાં પ્રકાશ ઝાએ ખોટું કર્યું છે. આ પહેલાની સીરિઝમાં હિન્દુ આશ્રમમાં રહેલી વ્યવસ્થાઓને ખોટી રીતે રજૂ કરી છે.
હજારો વર્ષોથી સનાતન ધર્મમાં એવા આશ્રમ છે જેને સમાજના મુલ્યનિર્માણનું કામ મજબુતીથી કર્યું છે. સમાજના મુલ્ય ઘડતરમાં પણ ભૂમિકા અદા કરી છે. આ વેબ સીરિઝમાં જે દેખાડવામાં આવી રહ્યું છે જેમાં તલભાર પણ કંઈ સાચું નથી. અમે પ્રકાશ ઝાનો ચહેરા કાળો કરી દીધો છે. કાર્યકર્તાઓ બોબી દેઓલની પણ શોધખોળ કરી રહ્યા છે. તેણે પોતાના મોટાભાઈ પાસેથી શીખવું જોઈએ જે ફિલ્મોમાં દેશભક્તના રોલ પ્લે કરી રહ્યા છે.