મુંબઈ ક્રુઝ ડ્રગ્સ પાર્ટીના કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી ઉપર આજે મુંબઈ હાઈકોર્ટમાં સુનવણી થઈ હતી. હવે જામીન અરજી ઉપર કાલે એટલે કે બુધવારે સુનવણી થશે. કાલે બપોરે અઢી વાગ્યે સુનવણી થશે. આર્યન અને અરબાઝની જામીન અરજી લઈને આજે ચર્ચા પુરી થઈ ગઈ છે. હવે કાલે અઢી વાગ્યા બાદ જામીન અરજી ઉપર સુનવણી થશે.
20 ઓક્ટોબરના રોજ થયેલી સુનવણીમાં એનડીપીએસ કાયદા હેઠળ સ્પેશીયલ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કર્યાં બાદ આર્યન ખાને તુરંત સુનવણી માટે હાઈકોર્ટમાં અપીલ કરી છે. મેજીસ્ટ્રેટ કોર્ટ અને સેસન્સ કોર્ટમાંથી જામીન અરજી રદ્દ થયા બાદ આર્યન ખાનનો પક્ષ રાખ્યા બાદ આજે ભારતના પૂર્વ એટોર્ની જનરલ મુકુલ રોહતગી સામે આવ્યાં. તેણે આર્યન ખાનની ધરપકડને ગેરકાયદે જણાવી અને તેના ઉપર કાર્યવાહી ઉપર એનસીબીને કોર્ટમાં ઉભી કરી દીધી હતી. અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

આ વચ્ચે ક્રુઝ ડ્રગ્સ કેસમાં બે આરોપીઓને જામીન મળી ગયા છે. ખાસ એનડીપીએસ કોર્ટે આ જામીન અરજી મંજૂર કરી છે. અવિન સાહુ અને મનીષ રાજગરિયાને જામીન મળી ગયા છે. વી.વી. પાટીલની ખંડપીઠે તેની જામીન અરજીને મંજૂર કરી છે. આ બંનેને એનસીબીએ મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસના કેસમાં ધરપકડ કરી હતી.
આ વચ્ચે બોમ્બે હાઈકોર્ટમાં મુકુલ રોહતગીએ આર્યન ખાનના બચાવમાં જોરદાર દલીલો કરી. તેણે આર્યન ખાન તરફથી એક નવુ એફિડેવિટ રજૂ કર્યું હતું. મુકુલ રોહતગીએ સવાલ કર્યો કે, આર્યન ખાનની પાસેથી ડ્રગ્સની રિકવરી થઈ નથી. મુકુલ રોહતગીએ કોર્ટને જણાવ્યું કે, આર્યન ખાન ઉપર કાર્યવાહી બાદ અત્યારસુધી મેડિકલ તપાસ નથી કરી. જ્યારે મેડિકલ તપાસ નથી થઈ તો એનસીબી ક્યાં આધાપ ઉપર આર્યન ખાન ઉપર ડ્રગ્સ લેવાનો આરોપ લગાવી શકે છે. નો રિકવરી, નો મેડિકલ, નો ડ્રગ્સ પણ આર્યન ખાન ઉપર એનસીબીએ 27એ કાયદા હેઠળ અને ડ્રગ્સ રેકેટનો ભાગ બતાવ્યો છે.
આર્યન ખાન તરફથી ડ્રગ્સની ખરીદી અને વેચાણ સંબંધિત કોઈ પ્રકારના કોઈ ટ્રાન્જેક્શન નથી કર્યું. આર્યન આ પાર્ટીને ફાઈનાન્સ નથી કરી રહ્યાં. તેવામાં એનસીબી આ આરોપ કેવી રીતે લગાવી શકે છે કે, તે ડ્રગ્સ લેવા દેવા મુદ્દે જોડાયેલા છે ? મુકુલ રોહતગીએ કહ્યું કે, આર્યન ખાનની પાસે ક્રુઝ પાર્ટીની ટીકીટ ન હતી. તો ક્રુઝમાં પહોંચ્યા પણ ન હતા. ક્રુઝમાં પહોંચતા પહેલા જ તેની ધરપકડ કરવામાં આવી હતી.