યુએઈ ખાતે ચાલી રહેલા ટી 20 વિશ્વકપના પ્રથમ મેચમાં ભારતની ટીમને પાકિસ્તાન સામે શરમજનક હાર મળી છે.જે બાદ ભારતીય ટીમ અને મેનેજમેન્ટ પણ સ્તબ્ધ છે. આ મેચમાં માત્ર બેટિંગ જ નહી પણ બોલિંગમાં પણ ખરાબ અને નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું જેનાથી ન માત્ર દર્શક નિરાશ થયા પણ સાથે સાથે પૂર્વ ક્રિકેટર પણ ભારતીય ટીમના પ્રદર્શન અને ટીમની પસંદગી પર સવાલ કરી રહ્યા છે બીજી તરફ ભારતીય ટીમ પણ હાર બાદ આઘાતમાં છે. આ દિલ દુખાવનાર હાર અને ઓલ રાઉન્ડ હાર્દિક પંડ્યાના ઈજા થ્વનથી કેપ્ટન વિરાટ કોહલી કોચ રવી શાસ્ત્રી મેન્ટોર મહેન્દ્રસિહ ધોની સહિતના અન્ય કોચે નહિ હવે નવી રણનીતિ બનાવવામાં લાગી રહ્યા છે.
આ સવાલ જવાબ શોધવા લાગ્યા
હાર્દિક પંડ્યાના ખરાબ ફોર્મ અને ફીટનેશ
પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક ઈજા સામે ઝઝૂમતો જોવા મળ્યો ફિલ્ડીંગ દરમિયાન પણ બહાર જતો રહ્યો. છઠ્ઠા નમ્બર પર બેટિંગ દરમિયાન લયમાં જોવા મળ્યો ન હતો તો બોલીંગમાં પણ ઘાર જોવા મળી ન હતી.
ભુવનેશ્વર કુમારની બોલિંગ પણ ધાર વિનાની
તેજ બોલર ભુવનેશ્વરની બોલિંગ દરમીયાન ન તો પેસ જોવા મળી કે ન તો સ્વીંગ પહેલી જ ઓવરમાં મોહમદ રીઝવાને છગ્ગા અને ચોકાથી સ્વાગત કર્યું હતું.ભુવીની ૩ ઓવરમાં 25 રન આવ્યા.