દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ-ડિઝલના ભાવથી લોકો પીડાય રહ્યા છે. આ ઘા પર મીઠું ભભરાવવાનું કામ કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી હરદીપસિંહ પુરી કર્યું છે. તેમણે પોતાના નિવેદનમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જે મફત અનાજ, મફત મધ્યાન ભોજન તથા મફત વેકસીન આપવામાં આવે છે તેના પૈસા માટે પેટ્રોલ-ડીઝલના ભાવ વધે છે. પેટ્રોલીયમ પેદાશો પર જે મોટો ટેક્સ છે તેને વ્યાજબી ગણાવતા તેમણે આ વાત કહી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ રાષ્ટ્રજોગ પ્રવચનમાં 100 કરોડ ડોઝ અપાયા અને તે પણ ‘મફત’એવું ભાર દઈને કહ્યું હતું. હવે તેમના જ મંત્રીએ મોટી સ્પષ્ટતા કરીને મફતની પોલીસી પાછળનો ભાંડો ફોડી નાખ્યો છે. તેમણે કહ્યું કે, કંઈ પણ મફત નથી મળતું. 100 કરોડ ડોઝ વેકસીનના અપાયા હતા તે મફત છે. 8 કરોડ લોકોને ઉજજવલાના ગેસ અપાયા છે. તે મફત છે. સરકાર લિટરે રૂ.32ની જે એકસાઈઝ વસુલે છે તે આ બધો ખર્ચ છે. તેથી જો કોઈ ભાવ વધે તો તે કોઈ કારણથી જ મળે છે. મંત્રીએ એવી પણ સ્પષ્ટતા કરી કે, ડોમેસ્ટિક ધોરણે જે કિંમત છે તે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલની કિંમત સાથે જોડાયેલી છે. કોઈ વ્યક્તિ પોતાના જ પગ પર કુહાડો મારી ન શકે. મંત્રીએ ભાવ વધારા માટે ટેક્સને જવાબદાર ગણાવ્યા છે. આ બધું રાજકીય નેરેટીવ છે હું તેવી બાબતો પર અકળાતો નથી. એવી મંત્રીએ અંતે સ્પષ્ટતા કરી.
ટેક્સને કારણે જે ભાવ વધારો થાય છે એમાંથી જે ફંડ ભેગું થાય છે એમાંથી સરકાર રસ્તા બનાવવાનું કામ છે. લોકો માટે રહેઠાણ અને આવાસ બનાવવાનું કામ કરે છે. જે વિસ્તાર વિકસીત નથી તેને પાયાની સુવિધાથી લઈને આંતરમાળખાની સુવિધાની સજ્જ કરવાનું કામ કરે છે. આ ફંડ લોકોના હિત માટેની યોજના તથા કાર્યક્રમોમાં ખર્ચાય છે. જેના માટેના ચોક્કસ પ્રોજેક્ટ હોય છે. હું કોઈ નાણામંત્રી નથી એટલા આ પ્રશ્નનો જવાબ હું વિસ્તારથી ન આપી શકું. હા ટેક્સની ટકાવારીમાં ઘટડો કરવો જોઈએ એવી માગી માગ છે.