એક તરફ ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષો તૈયારી કરી રહ્યા છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રીપાંખિયો જંગ જોવા મળશે. એવામાં જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીમાં સોમવારે મોટું ભંગાણ જોવા મળ્યું છે. જામનગર જિલ્લા ‘આપ’ સંગઠનના જિલ્લા પ્રમુખ સહિતના 70 જેટલા હોદ્દેદારો અને કાર્યકરોએ એક સાથે રાજીનામા આપી દેતાં પક્ષમાં ભૂકંપ આવ્યો છે. આપ પાર્ટીમાં હડકંપ મચી ગયો છે. સ્થાનિક હોદ્દેદારોની રજૂઆતને સાંભળવામાં આવતા ન હોવાથી અને અવગણના થતી હોવાથી આ પગલું લેવાયું હોવાનું જાણવા મળ્યું છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
આમ આદમી પાર્ટીના જામનગર જિલ્લાના પ્રમુખ ભાવેશ સભાડીયાની આગેવાનીમાં આમઆદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો એકત્ર થયા હતા. 70થી વધુ હોદ્દેદારો-કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાંથી સામૂહિક રાજીનામા આપી મહાનગર સુધી પડઘા પડ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠને જામનગર જિલ્લાના નેતાઓની સતત અવગણના કરી છે અને સ્થાનિક અગ્રણીઓ પાર્ટીની વિચારધારા મુજબ કોઇ રજૂઆત કે વિરોધ કરે તો તુરત જ તેઓને પાર્ટીમાંથી દૂર કરી દે છે. પ્રદેશ સંગઠનમાં નિર્ધારિત વ્યક્તિનો આહમ છે. જેને લઇને જામનગર જિલ્લાના સંગઠન માં ભારે અસંતોષ વ્યાપી ગયો હતો. આપ કિસાન સંગઠનના જામનગર જિલ્લાના સુનિલભાઈ ચીખલીયા, જામનગર જિલ્લા અને 6 તાલુકા સંગઠનના 70 જેટલા હોદ્દેદારોએ રાજીનામાં આપી દેતાં આપ પાર્ટીમાં હડકંપ મચી ગયો છે. આવનારા દિવસોમાં પાર્ટી અવગણના કરશે તો રાજીનામા યથાવત રહેશે. તમામ અન્ય સભ્યો પણ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામા ધરી દેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.