કોઈ પણ જગ્યાએ શિવલિંગના આકારવાળું મંદિર જોવા મળતું નથી. પણ મહાનગર સુરત શહેરમાં અઠવાગેટ પાસે પોલીસ હેડકવાર્ટર ખાતે આવેલું ઈચ્છાનાથ મહાદેવ મંદિર ધાર્મિક ઈતિહાસમાં અનોખું મહત્વ ધરાવે છે.
આ મંદિરનો સમગ્ર વહીવટ પણ શહેર પોલીસ દ્વારા કરાતું હોય તેવું આ ગુજરાતનું એક માત્ર મંદિર છે. મહાદેવ મંદિર શિવલિંગ આકારનું ઈચ્છાનાથ મહાદેવ મંદિર વર્ષો જૂનું છે.સુરત શહેર પોલીસ હેડકવાર્ટર ખાતે આવેલું આ છે ઇચ્છાનાથ મહાદેવ મંદિર. આ મંદિર લોકોની સાથે પોલીસકર્મીઓનું પણ આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરમાં છેલ્લા સાત વર્ષથી પુજારી તરીકેની જવાબદારી નિભાવતા રામકિશન ઉપાધ્યાય જણાવે છે કે, આ મંદિર છેલ્લા 75 વર્ષથી આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મંદિર શિવલિંગ આકારનું છે. મંદિરના ગર્ભદ્વારા પણ અન્ય મહાદેવ મંદિર કરતા મોટું છે. અહીં આવતા ભક્તોની ઈચ્છા પુરી થતી હોવાની માન્યતા છે. જંગલમાં મળી આવેલ આ શિવલિંગ એક માન્યતા છે કે, શિવલિંગ ખૂબ જૂનું છે.મંદિરની જગ્યાએ માત્ર જંગલ હતું પછી શિવ લિંગ મળી આવ્યું.
એ સમયના કલેક્ટરને પણ સપનામાં આ શિવલિંગ દેખાયું હતું અને તેમને આ શિવલિંગને બહાર કાઢવાનું બિડું ઝડપ્યું હતું. જેનું સંચાલન પોલીસ વિભાગને આપવામાં આવ્યું. આના કોઈ લેખિત પુરાવા નથી. વિવાદ બાદ સુરત શહેર પોલીસે ઈચ્છાનાથ મહાદેવ મંદિરનો વહિવટ લઇ લીધો હતો. હાલમાં ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે.