HomeNationalઅમિત શાહે એક વ્યક્તિને આપ્યો પોતાનો મોબાઈલ નંબર કહી આ વાત

અમિત શાહે એક વ્યક્તિને આપ્યો પોતાનો મોબાઈલ નંબર કહી આ વાત

અમિત શાહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન અમિત શાહે કાશ્મીરના અંતરિયાળ કહેવાતા ગામની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ત્યાંના સ્થાનિકો સાથે બેસીને વાર્તાલાપ કર્યો હતો. વિશેષ દરજ્જો સમાપ્ત કરવા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજીત કર્યા બાદ શાહની આ પ્રથમ કાશ્મીર મુલાકાત છે. પાકિસ્તાન બોર્ડર નજીકના ગામમાં રહેતા એક વ્યક્તિનો મોબાઈલ નંબર લઈ પોતાનો નંબર પણ એની સાથે શેર કર્યો હતો. જમ્મુના મકવાલ બાર્ડરમાં રહેતા એક શખ્સ સાથે અમિત શાહે ખાસ મુલાકાત કરી હતી. આ દરમિયાન બંનેએ મોબાઈલ નંબર શેર કર્યા હતા.

અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

અમિત શાહે આ મુલાકાત વખતે કહ્યું હતું કે, જરૂર પડે તો આ નંબર પર ફોન કરજો. આ મામલે સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે કોમેન્ટ કરી છે. એક યુઝરે કહ્યું કે,ખેડૂતોને પણ મોબાઈલ નંબર આપી દીધો હોત તો. બીજા એક યુઝરે કહ્યું કે, મીડિયા ફૂટેજ લેવા માટે આ બધુ થઈ રહ્યું છે. અન્ય એક યુઝરે કહ્યું કે, અત્યાર સુધીના સૌથી મજબુત ગૃહમંત્રી. સરદાર વલ્લભભાઈ પટેલથી પણ ઉપર હું અમિત શાહને મૂકું છું. જેણે 370ની કલમ દૂર કરી અને હવે રામ મંદિરનું નિર્માણ કરાવી રહ્યા છે. કાયદો વ્યવસ્થા અને Caa દરમિયાન મજબુતીથી કામ કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ, આપને દેશ ક્યારેય નહીં ભૂલે. રવિવારે એક સામાન્ય સભાને સંબોધીત કર્યા બાદ બપોરના સમયે તેઓ ગુરૂદ્વારા પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહે ડિગિયાના ગુરૂદ્વારમાં શિશ ઝુકાવ્યું હતું. જ્યાં તેમણે કાશ્મીરમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. એ સમયે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા તથા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ પણ એમની સાથે હાજર રહ્યા હતા. કાશ્મીર મુલાકાતના બીજા દિવસે તેમણે એક અનુસંધાન કેન્દ્રનું પણ લોકાર્પણ કર્યું.

અમિત શાહે કહ્યું કે, આ શ્યામા પ્રસાદ મુખર્જીના સંઘર્ષની ધરતી છે. આ માતા વૈષ્ણોદેવી અને પ્રેમનાથ ડોગરાની ભૂમિ છે. જમ્મુ કાશ્મીરમાં શાંતિનું ખંડન અમે નહીં થવા દઈએ. કાશ્મીરના પૂંછ જિલ્લાના એક જંગલમાં સૈન્ય અને પોલીસના એક સંયુક્ત ઑપરેશનમાં રવિવારે આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં સૈન્ય તરફથી પકડવામાં આવેલા આતંકીનું મોત થયું છે. જ્યારે ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. મેંઢરના ભટ્ટા દુર્રિયા જંગલમાં ફાયરિંગ થયું હતું. આતંકીઓ પાસે વિસ્ફોટકો હોવાની માહિતી હતી. આ સિવાય રાજૌરી જિલ્લાના થાનામંડી તથા પૂંછના સુરનકોટ નજીક જંગલ વિસ્તારમાં આંતકીને પકડવા માટે જોરશોરથી સર્ચ ઑપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW