કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરની મુલાકાત લેવા માટે પહોંચતા જ કાશ્મીરનું રાજકારણ ગરમાયું છે. બેઠકનો ધમધમાટ જમ્મુ કાશ્મીરામાં શરૂ થઈ ગયો છે. જેમાં અમિત શાહ જરૂરી મુદ્દાઓ પર વિચારણા કરવાના છે. અનેક વિકાસ યોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે. પણ પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તીએ અમિત શાહની આ મુલાકાતને આશાવિહોણી માની છે. આ મુલાકાતથી કોઈ આશા નથી. એમનું એવું માનવું છે. આ બધુ માત્ર નાટક છે. બધુ સામાન્ય છે એવું દેખાડવાનું નાટક ચાલી રહ્યું છે. પણ વાસ્તવિકતા ખૂબ જ અલગ છે. એવું એમનું સ્પષ્ટ કહેવું છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો

અમિત શાહની મુલાકાત પહેલા 700 નાગરિકોની અટકાયત કરી લેવાઈ. કેટલાક આરોપીઓને કાશ્મીર બહારની જેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. એવામાં સ્થિતિ તણાવ તથા આંતરિક ખેંચતાણમાં મોટો વધારો કરે એવી છે. એવું દેખાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે કે બધુ સામાન્ય છે. આ વસ્તુ માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે. બધાય જે વાસ્તિવકતા છે એને દબાવવા માગે છે. જે વિકાસના પ્રોજેક્ટને અમિત શાહે ગ્રીન સિગ્નલ આપી દીધું છે. મુફ્તીએ એના પર ટોણો માર્યો છે. એમના મત અનુસાર અડધાથી વધારે પ્રોજેક્ટ એવા છે જેનું કામ યુપીએ કાર્યકાળ દરમિયાન શરૂ થઈ ચૂક્યું હતું.
મુફ્તીએ કહ્યું કે, ગૃહમંત્રી શ્રીનગરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું ઉદઘાટન કરે છે. નવી મેડિકલ કૉલેજનો પાયો નાંખે છે. પણ હકીકત એવી છે કે, અડધાથી વધારે મેડિકલ કૉલેજને લઈને સેશન કોંગ્રેસ સરકાર દરમિયાન એક થયું હતું. માત્ર મુશ્કેલીઓ 370 દૂર થતા વધી છે. જમ્મુ કાશ્મીરને અરાજકતા તરફ ધકેલી દીધું છે. મુફ્તી તરફથી અમિત શાહને સલાહ પણ આપવામાં આવી છે કે, સમય બચે તો કેટલાક કેદીઓને જેલમાંથી મુક્તિ આપવામાં આવે છે, લોકો પર થતા અત્યાચારને ખતમ કરવામાં આવે. અર્થવ્યવસ્થાને મજબુત કરવાનું વ્યવસ્થિત રીતે થયું હોત તો ખરા અર્થમાં એક મોટી રાહત ઊભી થાત. પહાડી વિસ્તારમાં ખરા અર્થમાં વિકાસ થાત.